મુંબઈએ ઉત્તર પ્રદેશને ૬ વિકેટે હરાવીને વિજય હઝારે ટ્રોફી જીતી

Sports
Sports

ન્યુ દિલ્હી,
મુંબઈએ ૩૧૩ રનનો મોટો ટાર્ગેટ પણ સાવ આસાનીથી ૪ વિકેટ ગુમાવીને ૪૧.૩ ઓવરમાં જ પાર પાડીને ઉત્તર પ્રદેશને ફાઈનલમાં પરાજય આપવા સાથે ઘરઆંગણાની વન ડે ક્રિકેટની વિજય હઝારે ટ્રોફી જીતી લીધી છે.
ઉત્તર પ્રદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓપનર માધવ કૌશિકના ૧૫૬ બોલમાં ૧૫ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથેના અણનમ ૧૫૮ તેમજ સમર્થસિંઘ અને આકાશદીપ નાથના ૫૫-૫૫ રનથી ૫૦ ઓવરોમાં ૪ વિકેટે ૩૧૨ રન કર્યા હતા. તશુષ કોટિયાને ૫૪ રનમાં ૨ વિકેટ ઝડપી હતી.
જવાબમાં મુંબઈએ વિકેટકિપર બેટ્‌સમેન આદિત્ય તારેના ૧૦૭ બોલમાં ૧૮ ચોગ્ગા સાથે અણનમ ૧૧૮, કેપ્ટન અને ઓપનર પૃથ્વી શોના ૩૯ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૭૩, મુલાનીના ૩૬ તેમજ શિવમ દૂબેના ૨૮ બોલમાં ૪૨ રનની આક્રમક બેટિંગથી ૪૧.૩ ઓવરોમાં ૩૧૫ રન ૪ વિકેટ ગુમાવી કરી લીધા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.