મયંકની શાનદાર ફીલ્ડિંગ અને ગેલની ધમાકેદાર બેટિંગથી મુંબઈ હાર્યું, પંજાબની રોમાંચક જીતથી પ્રીતિ ઝિન્ટા ખુશખુશાલ

Sports
Sports

આઈપીએલ સીઝન-13ની 36મી મેચ લીગના ઈતિહાસમાં સૌથી રોમાંચક મેચ રહી. મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાયેલી આ મેચ પહેલા ટાઈ થઈ. જે બાદ જે સુપર ઓવર થઈ, તેમાં પણ ટાઈ થઈ. બીજી વખત સુપર ઓવરનો સામનો કરવા બંને ટીમ મેદાનમાં ઉતરી. ડબલ સુપર ઓવરમાં પંજાબે મુંબઈ વિરૂદ્ધ 12 રનનો ટાર્ગેટ ચેઝ કરીને મેચ પોતાના નામે કર્યો.

આ દરમિયાન પંજાબના મયંક અગ્રવાલે શાનદાર ફીલ્ડિંગ તો ક્રિસ ગેલની ધમાકેદાર બેટિંગ જોવા મળી. તો કિંગ્સના શમી અને મુંબઈના બુમરાહએ શાનદાર બોલિંગ કરી લોકોનું દિલ જીતી લીધું. આ પહેલાં, બીજી સુપર ઓવરમાં મુંબઈની બેટિંગ દરમિયાન મયંકે બાઉન્ડ્રી પર આશ્ચર્યજનક રીતે સિક્સ રોકીને 4 રન બચાવ્યા હતા.

તો બેટિંગ દરમિયાન ક્રિસ ગેલે ટ્રેન્ટ બોલ્ટના પહેલાં જ બોલે સિક્સ મારી હતી. બીજા બોલે એક રન કર્યો. જે બાદ મયંકે સતત બે ચોગ્ગા ફટકારીને પંજાબને જીત અપાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.