ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં મયંક અગ્રવાલ 150 રને આઉટ થયો

Sports
Sports

ભારતીય ટીમના ઓપનર મયંક અગ્રવાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે પોતાનું શાનદાર ફોર્મ આગળ વધારતા લડાયક ઈનિંગ રમી છે. જેમાં મયંકે 150 રન કર્યા હતા અને એજાઝ પટેલની ઓવરમા આઉટ થયો હતો. આ સાથે અક્ષર પટેલે પણ અડધી સદી ફટકારી છે અને રમતમાં છે. બીજા દિવસે લંચ બ્રેક સુધીમાં ભારતનો સ્કોર 6 વિકેટે 285 થયો છે. બીજા દિવસના પ્રારંભે એજાઝ પટેલે એક જ ઓવરમાં સહા અને અશ્વિન એમ બે વિકેટ ઝડપી હતી. ઈનિંગમાં અત્યાર સુધીમાં ભારતની તમામ સાત વિકેટ પોતાના નામે કરી છે. અક્ષર પટેલે બીજા છેડે મયંક અગ્રવાલનો સાથ આપ્યો હતો. જેમાં મયંક અગ્રવાલ અને અક્ષર પટેલે 50 રનથી વધુની ભાગીદારી કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.