
મેક્સવેલે અફઘાનિસ્તાનની ટીમને વેરવિખેર કરી દીધી હતી
વાનખેડે, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મંગળવારે વર્લ્ડ કપ ૨૦૨૩ની મેચમાં ગ્લેન મેક્સવેલ નામનું એક એવું તોફાન આવ્યું જેણે અફઘાનિસ્તાનની ટીમને વેરવિખેર કરીને મુકી દીધી. એક સમયે ઓસ્ટ્રેલિયા ૭ વિકેટે ૯૧ રનની સ્થિતિમાં હતું પરંતુ ત્યારબાદ જે થયું તે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. ગ્લેન મેક્સવેલે લંગડાતા પગે કદાચ પોતાની કરિયરની સૌથી શ્રેષ્ઠ ઈનિંગ રમી. ગ્લેન મેક્સવેલે ઓસ્ટ્રેલિયા માટે ૧૨૮ બોલમાં અણનમ ૨૦૧ રન કર્યા. ગ્લેન મેક્સવેલની ઈનિંગમાં ૨૧ ચોગ્ગા અને ૧૦ છગ્ગા હતા.
અફઘાનિસ્તાનને તહેસ નહેસ કર્યા બાદ ગ્લેન મેક્સવેલે પોતાની આ વિસ્ફોટક બેટિંગ વિશે ચર્ચા કરી છે. ગ્લેન મેક્સવેલે લંગડાતા પગે કદાચ પોતાની કારકિર્દીની શ્રેષ્ઠ ઈનિંગ રમી છે. ગ્લેન મેક્સવેલે અફઘાનિસ્તાનના મોઢામાંથી જીતનો કોળિયો છીનવી લીધો. મેચ બાદ તેણે કહ્યું કે આજે ફિલ્ડિંગ કરતી વખતે ખુબ જ ગરમી હતી. મે ગરમીમાં વધુ કસરત પણ કરી નહતી. આજે ગરમી મારા પર હાવી થઈ ગઈ. હું મારા પગ પર ઊભા રહીને ક્રીઝ પર રહેવા માંગતો હતો. પછી મે પણ મારા શોટ્સ રમવાની કોશિશ કરી. અફઘાનિસ્તાને ખુબ સારી બોલિંગ કરી પરંતુ મારા માટે તકનો ફાયદો ઉઠાવીને ઈનિંગ રમવું ખુબ શાનદાર રહ્યું. આજે રાતે હું સોનેરી તકનો વધુમાં વધુ ફાયદો ઉઠાવવા માંગતો હતો.
આ એક એવી ઈનિંગ છે જેના માટે મને મારા પર ગર્વ છે. આશ્ચર્યજનક છે. વર્લ્ડ કપ ૨૦૨૩ની પહેલી ૨ મેચોમાં હાર બાદ લોકોએ અમને તરત નકારી દીધા હતા. એક ટીમ તરીકે હંમેશાથી અમને અમારા પર ભરોસો હતો. મેક્સવેલે જણાવ્યું કે તેણે આ અવિશ્વસનીય ઇનિંગ્સ કોને સમર્પિત કરી. મેચ બાદ તેણે કહ્યું, ઓસ્ટ્રેલિયન ટીમ જીતી ગઈ! અમે જીતી ગયા, હું આ જીત તે મહિલાઓને સમર્પિત કરીશ જેમને અભ્યાસ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી, હું તેમની સાથે એકતામાં મારું બેટ ઉંચુ કરીશ અને વર્લ્ડ કપ અભિયાન ચાલુ રહેશે.