મૅરી કોમની એઆઈબીએનાં અધ્યક્ષા તરીકે વરણી

Sports
Sports

ન્યુ દિલ્હી,
છ વખત વર્લ્ડ ચૅમ્પિયન રહેલી મૅરી કોમની ઈન્ટરનેશનલ બૉક્સિગં ઍસોસિયેશન્સ (એઆઈબીએ)ની ચૅમ્પિયન્સ ઍન્ડ વૅટરન્સ કમિટીનાં અધ્યક્ષા તરીકે વરણી કરવામાં આવી છે.
આ વૈશ્રિ્‌વક સંસ્થામાં ગયા વરસે કરવામાં આવેલા સુધારાના ભાગરૂપ આ પૅનલની રચના કરવામાં આવી છે. અનેક અવસરે એઆઈબીએની બ્રાન્ડ ઍમ્બેસેડર રહેલી મૅરી કોમને લખેલા પત્રમાં એઆઈબીએના પ્રમુખ ઉમર ક્રૅમલેવે લખ્યું હતું કે મને એ જણાવતાં આનંદ થાય છે કે એઆઈબીએના બૉર્ડ ઑફ ડિરેક્ટર્સે મૅઈલ મારફતે મતદાન કરી (એઆઈબીએ)ની ચૅમ્પિયન્સ ઍન્ડ વૅટરન્સ કમિટીનાં અધ્યક્ષા તરીકે તમારી વરણી કરી છે. તમારા જ્ઞાન અને બહોળા અનુભવથી તમે આ મહત્ત્વની સમિતિની સફળતામાં મૂલ્યવાન યોગદાન આપશો એવો મને વિશ્ર્‌વાસ છે, એમ તેમણે પત્રમાં લખ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.