લિયોનેલ મેસીએ પી.એસ.જીને અલવિદા કરી

Sports
Sports

આર્જેન્ટિનાના ખેલાડી લિયોનેલ મેસીએ પેરિસ સેન્ટ જર્મન માટે દર્શકોની હૂટિંગ વચ્ચે તેની છેલ્લી મેચ રમી હતી.જેમા ફ્રેન્ચ લીગના ખિતાબની ખાતરી ધરાવતી પી.એસ.જી તેની છેલ્લી મેચમાં ક્લેરમોન્ટ સામે 3-2થી હારી ગઈ હતી.ત્યારે તેના સમર્થકોએ મેસ્સી માટે કોઈ સન્માન ન દેખાડયું અને જ્યારે અનાઉન્સરે સ્ટાર ખેલાડીના નામની જાહેરાત કરી ત્યારે દર્શકોએ હૂટ કર્યો હતો.આમ નામ અનાઉંસ થયાના થોડીવાર પછી મેસ્સી તેના ત્રણ બાળકો સાથે હસતાં હસતાં મેદાનમાં પ્રવેશ કર્યો હતો.તેણે પાછળથી પી.એસ.જીની વેબસાઇટને કહ્યુ હતું કે હું આ બે વર્ષ માટે ક્લબ,પેરિસ શહેર અને તેના લોકોનો આભાર વ્યક્ત કરું છું, હું ભવિષ્ય માટે તમને શુભકામનાઓ આપું છું.પી.એસ.જીએ મેસ્સીના નેતૃત્વમા બે સિઝનમાં બે વાર ફ્રેન્ચ લીગ અને ફ્રેન્ચ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.આ દરમિયાન મેસ્સીએ ક્લબ માટે તમામ સ્પર્ધાઓમાં 32 ગોલ અને 35 ગોલમાં મદદ કરી હતી.આર્જેન્ટિનાના વર્લ્ડકપ વિજેતા કેપ્ટને પી.એસ.જી સાથેનો કરાર આગળ વધાર્યો નથી તે હવે સાઉદી અરેબિયામાં રમે તેવી શક્યતા જોવા મળી રહી છે.આ સિવાય કરીમ બેન્ઝેમાએ 14 વર્ષ પછી રીઅલ મેડ્રિડ છોડી દીધું છે.આ સિવાય સેર્ગીયો રામોસ,માર્કો એસેન્સિયો,એડન હેઝાર્ડ,જોર્ડી આલ્બા,સર્જીયો બુસ્કેટ્સ અને જુડ બેલિંગહામે પણ સિઝનના અંતે પોતપોતાની ક્લબ છોડી દીધી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.