લિયોનલ મેસ્સીએ બોલીવિયા વિરૂદ્ધ ગોલની હેટ્રિક મારી ઈતિહાસ રચ્યો, પેલેના ગોલનો રેકોર્ડ તોડ્યો

Sports
Sports 41

શુક્રવારે બોલીવિયા સામે રમાયેલી ક્વોલીફાયર મેચમાં મેસ્સીએ 14મી મિનિટમાં કર્લિંગ સ્ટ્રાઇક સાથે પહેલો ગોલ કર્યો હતો. આ ગોલની સાથે જ મેસ્સીએ ‘પેલે’ના સર્વાધિક 77 ગોલના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. ત્યારપછી તેણે 64મી મિનિટમાં ગોલ કરીને દિગ્ગજ ફુટબોલર પેલેનો રેકોર્ડ તોડ્યો હતો. વળી 87મી મિનિટમાં મેસ્સીએ ત્રીજો ગોલ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. બ્યૂનસ આયર્સમાં રમાયેલી આ મેચમાં આર્જેન્ટિનાએ બોલીવિયાને 3-0થી માત આપી હતી. હવે મેસ્સી આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ ગોલ કરવાની યાદીમાં છઠ્ઠા ક્રમાંક પર છે.

34 વર્ષીય આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનલ મેસ્સીએ 153 આંતરરાષ્ટ્રીય મેચમાં 79 ગોલ કર્યા છે. વળી, તેનો પ્રતિદ્વંદી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોર્ટુગલ માટે 180 મેચમાં 111 ગોલ કરી મેસ્સીથી આગળ છે. તેમના સિવાય અલી દેઇ 109, મોખ્તાર ડહારી 89, ગોડફ્રે ચિતલુએ 79 ગોલ કર્યા છે.

બ્રાઝીલના દિગ્ગજ ફુટબોલર પેલેને પેટમાં કોલન ટ્યૂમર (ગાંઠ)ને ઓપરેશન કરીને કાઢવામાં આવી છે અને અત્યારે તેમની તબિયત સારી છે. તે કેટલાક દિવસો પહેલા રૂટિન ચેકઅપ કરવા માટે હોસ્પિટલ ગયા હતા, તે દરમિયાન પેટમાં ટ્યૂમર હોવાની વાત અંગે જાણ થઈ હતી. તેમણે કહ્યું કે હું ઈશ્વરનો આભારી છું કે ઓપરેશન સફળ રહ્યું, અત્યારે મારી તબિયત સારી છે. મને આમેય તમારી સાથે શાનદાર જીતની ઉજવણી કરવાની આદત છે. જીવનની આ મેચમાં પણ મેં હસતા-હસતા મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.