
શું આ બાબાના ચમત્કારથી ચમક્યું કુલદીપ યાદવનું ભાગ્ય?
નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમે ધાકડ ઓપનર રોહિત શર્માની કેપ્ટનશીપમાં ધમાલ મચાવતા શ્રીલંકાને ફાઈનલમાં હરાવી દીધુ અને એશિયા કપની ટ્રોફી પોતાના નામે કરી. ટીમ ઈન્ડિયાએ રેકોર્ડ ૮મી વખત આ ટ્રોફી પર કબજો જમાવ્યો. સ્પિનર કુલદીપ યાદવનું યોગદાન કઈ ઓછું નથી. તેની પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદગી થઈ.
ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે ઈતિહાસ રચી નાખ્યો અને આઠમી વખત એશિયા કપ ટ્રોફી પોતાના નામે કરી. આ સાથે જ રોહિત એન્ડ કંપનીએ વર્લ્ડ કપ ૨૦૨૩ પહેલા તમામ ટીમો માટે ખતરાની ઘંટી વગાડી દીધી છે. કોલંબોના કે આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં પેસર મોહમ્મદ સિરાઝે પોતાની કાતિલ બોલિંગથી ગદર મચાવી દીધુ અને શ્રીલંકન ટીમ માક્ષ ૫૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર લક્ષ્ય મેળવી લીધુ.
ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવે એશિયા કપમાં કમાલનું પ્રદર્શન કર્યું. તેમણે કુલ ૯ વિકેટ લીધી, જેના માટે તેને મેન ઓફ ધ સિરીઝ પસંદ કરાયો. થોડા સમય પહેલા સુધી કુલદીપ ભારતીય ટીમમાં પોતાની જગ્યા બનાવવા માટે કોશિશ કરી રહ્યો હતો. તેને તક મળી પરંતુ સીરીઝની તમામ મેચોમાં પ્લેઈંગ ૧૧નો ભાગ બની શકતો નહતો. હવે સ્થિતિ એવી છે કે કુલદીપને આગામી વનડે વર્લ્ડ કપ માટે ટ્રમ્પ કાર્ડ ગણાવવામાં આવી રહ્યો છે.
કાનપુર સાથે ઘરોબો ધરાવતા કુલદીપ યાદવે આ ટુર્નામેન્ટમાં દમદાર પ્રદર્શન કર્યું છે. તેણે જીત બાદ કહ્યું કે છેલ્લા દોઢ વર્ષથી તે પોતાની લય પર કામ કરી રહ્યો છે. ક્રીઝ પર વધુ આક્રમક થવું. તેને પોતાની બોલિંગ ગમે છે. ટી૨૦માં પણ લેંથ ખુબ મહત્વ ધરાવે છે. આ વિકોટ વિશે નહીં, માત્ર લેંથ વિશે વિચારવા અંગે છે. તેના પર ખુબ મહેનત કરી છે. તેનો શ્રેય રોહિતભાઈને જાય છે. તેમણે મને મારા એસ પર કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યો.
ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવને એશિયા કપમાં પોતાના દમદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ સિરીઝ પસંદ કરાયો.
થોડા સમય પહેલા કુલદીપ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની પાસે હાથ જોડીને બેઠેલો જોવા મળ્યો હતો. એટલું જ નહીં તે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પણ પૂજા અર્ચના કરતો જોવા મળ્યો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રી હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે.