
કૃણાલ પંડ્યા અને તેની પત્નિ પંખૂરી સાથે બોલીવુડ સોંગ પર કર્યો જબરદસ્ત ડાન્સ
ન્યુ દિલ્હી,
ટીમ ઇન્ડીયાના ઓલ રાઉન્ડર કૃણાલ પંડ્યા આ દિવસો દરમ્યાન પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. તે હાલમાં પોતાના પરિવાર સાથે સારો સમય વિતાવી રહ્યો છે. કૃણાલ પંડ્યા અને તેની પત્નિ પંખૂરી બંને એક બીજા સાથે ભરપૂર સમય પસાર કરતા હોય છે. બંને જેના ફોટો પણ અવારનવાર સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે. આ રોમેન્ટીક કપલની અનેક તસ્વીરો ફેંસ એ જાેઇ હશે, પરંતુ હાલમાં બંનેએ ડાન્સ કરતો એક વિડીયો તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. કૃણાલ અને પંખૂરી બંને બોલીવુડના મશહૂર ગીત કજરા રે કજરા રે.. પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો. કપલ નો ડાન્સ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
કૃણાલ પંડ્યા દ્રારા શેર કરવામાં આવેલા વિડીયોમાં પંખૂરી ખૂબ જાેરદાર સ્ટેપ્સ સાથે ડાંસ કરી રહી છે. કૃણાલ પંડ્યા પણ તેની સાથે ખૂબ ઠુમકા લગાવી રહ્યો છે. ફેંસને પણ આ કપલની અદાઓ પણ ખૂબ પસંદ આવી રહી છે. આમ પણ કૃણાલ અને પંખૂરીની જાેડી ફેંસમાં પ્રચલીત છે. હાર્દિક પંડ્યા પણ તેની ભાભી પંખૂરીની ખૂબ લાગણી ધરાવે છે.