
કોલકાતા સામે ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી બોલિંગનો નિર્ણય કર્યો
આઈ.પી.એલ 2023માં આજે બે મેચો છે.ત્યારે તેમાં વર્તમાનમાં રમાઈ રહેલી કોલકાતા અને ગુજરાતમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.જ્યારે બીજીતરફ કોલકાતામાં વરસાદ પડી રહ્યો છે અને હાર્દિક પંડ્યા તેનો લાભ લેવા માંગે છે.જ્યારે કોલકાતાના કેપ્ટન નીતિશ રાણાએ પણ આ મેચમાં કેટલાક ફેરફારો કર્યા છે.ત્યારે જેસન રોયની જગ્યાએ રહેમાનુલ્લા ગુરબાઝને તક આપવામાં આવી છે.આ ઉપરાંત ઉમેશ યાદવની જગ્યાએ હર્ષિત રાણા મેચ રમી રહ્યો છે.