
કોહલીની કુલ સંપત્તિ લગભગ ૧,૫૦૦ કરોડ રૂપિયા જેટલી છે
નવી દિલ્હી, વર્લ્ડ કપ ૨૦૨૩માં રવિવારે કોલકાતા ખાતે દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં વિરાટ કોહલીએ તેની કારકિર્દીની ૪૯મી સદી ફટકારીને સચિન તેંડુલકરની બરાબરી કરી હતી. ત્યારે દરેક વ્યક્તિ જાણવા માંગતા હોઈ છે કે તેમના ફેવરિટ ક્રિકેટર્સ કેટલું કમાય છે અને તેમની નેટવર્થ શું છે. ત્યારે મોટાભાગના લોકો વિરાટ કોહલીની નેટવર્થ વિશે જાણવા માંગતા હોવાથી તેઓ ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે. વિરાટ કોહલીએ ૨૦૦૮માં ભારત માટે પોતાની કારકિર્દીની શરૂઆત કર્યા બાદ છેલ્લા ૧૫ વર્ષમાં એટલું બધું મેળવ્યું છે કે કોઈને પણ તેના પ્રત્યે ઈર્ષ્યા થાય. ત્યારે આજે આ આર્ટિકલમાં અમે તમને કોહલીની નેટવર્થ, તેની કમાણી અને કાર કલેક્શન સહિતની મહત્વની જાણકારી આપી રહ્યા છીએ.
અલગ-અલગ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, વિરાટ કોહલીની કુલ સંપત્તિ લગભગ ૧,૫૦૦ કરોડ રૂપિયા જેટલી છે. જેમાં તેને ક્રિકેટમાંથી મળતી ૧.૩૦ કરોડ રૂપિયાની માસિક આવકનો પણ સમાવેશ થાય છે. તેમજ કોહલી જીમ ચેન ચિસેલ અને તેની ફેશન બ્રાન્ડ રોંગમાંથી પણ કમાણી કરે છે. ક્રિકેટમાંથી માસિક કમાણી હોવા ઉપરાંત કોહલીનેBCCIપાસેથી પ્રતિ ટેસ્ટ મેચના રૂ. ૧૫ લાખ, પ્રતિODI મેચના રૂ. ૬ લાખ અને પ્રતિ T20મેચના રૂ. ૩ લાખ મળે છે. કોહલી પાસેએવી ઘણી મોટી બ્રાન્ડ્સ છે, જેની પાસેથી તેઓ ઘણા પૈસા વસૂલે છે.
જણાવી દઈએ કે, કોહલી પાસે હાલ લગભગ ૩૫થી ૪૦ બ્રાન્ડ્સ છે અને મળતી માહિતી અનુસાર, કોહલી પ્રતિ એડવર્ટાઈઝમેન્ટ વર્ષમાં ૭થી ૧૦ કરોડ રૂપિયા વસૂલે છે. એટલે કે કોહલી એક વર્ષમાં લગભગ ૨૫૦થી ૩૦૦ કરોડ રૂપિયા માત્ર એડવર્ટાઈઝમેન્ટમાંથી જ કમાઈ લે છે. કોહલી પાસે તેના ઘણા ઘર છે. વર્ષ ૨૦૧૬માં કોહલીએ પત્ની અનુષ્કા સાથે મળીને પ્રોપર્ટી ખરીદી હતી. તેમજ તેણે ગુડગાંવમાં કેટલાક મકાનોમાં રોકાણ કર્યું છે.DLF VuÍ-1માં વિરાટ કોહલી એક મોટું ઘર ધરાવે છે. વિરાટ કોહલીની પ્રોપર્ટીમાં તેણે મુંબઈના વર્લી ડિસ્ટ્રિક્ટમાં ઓમકાર ૧૯૭૩ બિલ્ડિંગમાં ખરીદેલું મોંઘું એપાર્ટમેન્ટ પણ સામેલ છે. તેના મુંબઈના ઘરની કિંમત ૩૪ કરોડ રૂપિયા છે, જ્યારે વિરાટના ગુડગાંવ ખાતેના ઘરની કિંમત ૮૦ કરોડ રૂપિયા છે. આપણે સૌ જાણીએ છીએ કે, વિરાટ કોહલીને કાર્સ ખૂબ જ પસંદ છે.
કોહલીએ ઓછા સમયમાં ઘણી બધી કાર ખરીદી છે. તેના કાર કલેક્શનમાં ઓડીR8ફ૧૦ પલ્સ (૨.૧૭ કરોડ), ઓડીR8LMX(૧.૫૮ કરોડ), ઓડીQ8(૧.૩૩ કરોડ),Q7(૬૯ લાખ), ઓડીRS5(૧.૧૩ કરોડ), ઓડી ૫ (૭૫ લાખ), રેનોલ્ટ ડસ્ટર (૨.૧૧ કરોડ), ટોયોટા ફોર્ચ્યુનર, રેન્જ રોવર વોગ (૨.૧૧ કરોડ), બેન્ટલી કોન્ટિનેંટલ જીટી અને ફ્લાઈં સ્પર (૧.૭૦ કરોડ)નો સમાવેશ થાય છે.