ગોલ્ડન ડક પર આઉટ થયા બાદ કેમ હસી રહ્યો હતો કોહલી? ખુદ કર્યો ખુલાસો

Sports
Sports

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો IPLમાં ખરાબ સમય ચાલી રહ્યો છે. તે આ સીઝનમાં 2 વાર ગોલ્ડન અને એકવાર રૉયલ ડકનો શિકાર બન્યો છે. ગોલ્ડન મતબલ પોતાની ઇનિંગના પહેલા બોલે આઉટ થવું અને રૉયલ મતલબ મેચના પહેલા બોલે આઉટ થવું.

સતત બેવાર શૂન્ય રને આઉટ થયો હતો કોહલી

કોહલીને પહેલો ગોલ્ડન ડક લખનૌ સુપર જાયન્ટ્સ સામે મળ્યો હતો. બીજીવાર તે સતત બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની વિરુદ્ધ ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. આ વખતે આઉટ થયા બાદ કોહલી હસતો જોવા મળ્યો હતો. આ જોઇને ફેન્સ અને દિગ્ગજો પણ ચોંકી ગયા હતા કે આખરે સતત 2 વાર શૂન્ય રને આઉટ થવા છતા કોહલી કેમ હસી રહ્યો છે?

આવું પહેલાં ક્યારેય નથી થયું

કોહલીએ હવે આ વાતનો ખુલાસો કરી દીધો છે. RCB Insiderમાં એંકર દાનિશે કોહલીને સતત 2 ડક બાદ હસવાને લઇને પ્રશ્ન પૂછ્યો, જેના પર કોહલીએ કહ્યું કે, “પહેલા બોલ પર ડક, બીજી વાર ડક મળવા પર મને ખરેખર એ અહેસાસ થયો કે તમારા જેવા હોવું (મિસ્ટર નાગ કેરેક્ટર) કેવું લાગે છે, બિલકુલ અસહાય.” વિરાટ કોહલીએ કહ્યું કે, “મને લાગે છે કે આવું મારા કેરિયરમાં મારી સાથે ક્યારેય નથી થયું. મેં હવે બધુ જોઇ લીધું છે. ઘણો સમય થઈ ગયો છે. મેં આ રમતમાં બધુ જ જોઇ લીધું છે.”

આલોચકો મારી જિંદગી ના જીવી શકે

કોહલી લાંબા સમયથી ખરાબ ફોર્મમાં છે. આ કારણે તેની ઘણી જ ટીકા પણ થઈ રહી છે. આ વિશે કોહલીએ કહ્યું કે, “તેઓ (આલોચક) મારી જગ્યા ના લઈ શકે. હું જે અનુભવું છું, એ લોકો ના અનુભવી શકે. તે લોકો મારી જિંદગી જીવી ના શકે. આ ક્ષણને પણ ના જીવી શકે. તમે આવો બખાળો બંધ કરવા માટે શું કરો છો? તમે ટીવીને મ્યૂટ કરી દો છો અથવા પછી લોકો શું કહે છે તેના પર ધ્યાન નથી આપતા. હું આ બંને ચીજો કરી રહ્યો છું.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.