કોહલી કેપ્ટનશીપમાં ટીમને જીત અપાવવા સંપૂર્ણપણે સક્ષમ છેઃ પીટરસન

Sports
Sports

ચેન્નાઇ.
ઇંગ્લેન્ડના પૂર્વ બેટસમેન કેવિન પીટરસનને નજીકના ભવિષ્યમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપને લઇ કોઇ ખતરો દેખાતો નથી પરંતુ તેની કેપ્ટનશીપમાં ભારતએ સતત ચાર ટેસ્ટ ગુમાવ્યા બાદ તેને લઇને જે ચર્ચા ચાલી રહી છે તેને તે સમજી શકે છે. કોહલીની કેપ્ટનશીપમાં ભારતે ગયા વર્ષની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડમાં બે ટેસ્ટ ગુમાવી હતી જ્યારે ત્યારબાદ ટીમને ઑસ્ટ્રેલિયામાં ડિસેમ્બરમાં એડીલેડમાં પહેલાં ટેસ્ટમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો અને પછી આ સપ્તાહની શરૂઆતમાં ચેન્નાઇમાં ઇંગ્લેન્ડે યજમાન ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો.
પીટરસને પોતાના બ્લોગ પોસ્ટમાં લખ્યું કે હું વસ્તુઓને બદલવાની બિલકુલ પણ આશા વ્યકત કરતો નથી પરંતુ ભારતની ટેસ્ટ કેપ્ટનશીપને લઇ ચાલી રહેલ ચર્ચાથી બચવું અશકય છે. તેમણે કહ્યું કે વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે હવે સતત ચાર ટેસ્ટ ગુમાવી છે અને ટીમમાં અજિંક્ય રહાણે છે જેના નેતૃત્વમાં ભારતે તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં શાનદાર સીરીઝ જીતી. કોહલીની ગેરહાજરીમાં રહાણે એ ખેલાડીઓની ઇજાની સમસ્યાથી ઝઝૂમી રહેલ ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું, જે ઑસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટની સીરીઝ ૨-૧થી જીત્યું.
ઑસ્ટ્રેલિયામાં મળેલ આ શાનદાર જીતથી એ ચર્ચાને હવા મળી કે કોહલીની જગ્યાએ રહાણેને ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવો જાેઇએ. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને જાે કે કોહલીનું સમર્થન કરતાં કહ્યું કે તેઓ પોતાની કેપ્ટનશીપમાં ટીમને જીત અપાવા સંપૂર્ણપણે સક્ષમ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.