કોહલીએ મેચો રમવાના મામલે બેંગ્લોર તરફથી ૨૦૦ મેચ પૂરી કરી હતી

Sports
Sports

ન્યુ દિલ્હી,
ઇન્ડિયન પ્રીમિયર લીગની શારજાહમાં રમાયેલી ૩૧મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે ૮ વિકેટે બેંગલોર રૉયલ ચેલેન્જર્સ સામે શાનદાર જીત મેળવી હતી. ટોસ જીતીને બેટિંગ માટે ઉતરેલી બેંગ્લોરની ટીમે ૨૦ ઓવરમાં ૧૭૧ રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબે ૨૦ ઓવરમાં ૨ વિકેટ ગુમાવી ૧૭૨ રન બનાવ્યા હતા. પંજાબ તરફથી ફરી એકવાર મયંક અગ્રવાલ અને કેએલ રાહુલની જાેડીએ ધમાકેદાર બેટિંગ કરી હતી. મયંક અગ્રવાલ ૨૫ બૉલમાં ૪૫ રન બનાવીને ચહલની ઑવરમાં બૉલ્ડ થયો હતો. કેએલ રાહુલે અણનમ ૬૨ રન બનાવ્યા હતા.
આ પહેલા બેંગલોર તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ ૪૮ અને ક્રિસ મોરિસે ૨૫ રન બનાવ્યા હતા. કોહલીએ પંજાબ સામેની મેચ માટે મેદાનમાં ઉતરતાની સાથે નવી સિદ્ધિ હાંસલ કરી હતી. કોહલીએ મેચો રમવાના મામલે બેંગ્લોર તરફથી ૨૦૦ મેચ પૂરી કરી હતી. કોહલી આઈપીએલના ઇતિહાસમાં બેંગ્લોર માટે પોતાની ૧૮૫મી મેચ રમ્યો હતો. આ સાથે તે આરસીબી માટે ૨૦૦ મેચ રમનાર પ્રથમ ખેલાડી બની ગયો હતો.
પંજાબ સામેની મેચમાં કોહલીએ ધોનીના એક રેકોર્ડને તોડી નાખ્યો હતો. તે હવે સુકાની તરીકે આઈપીએલમાં હાઇએસ્ટ રન નોંધાવનાર ખેલાડી બની ગયો છે. પંજાબ સામે ૧૦મો રન બનાવવાની સાથે તેણે આ સિદ્ધિ હાંસલ કરી હતી. સુકાની તરીકે ધોની ૪૨૭૫ ન બનાવ્યા હતા. હવે કોહલી તેનાથી આગળ નીકળી ગયો છે. આ યાદીમાં ગૌતમ ગંભીર ૩૫૧૮ રન સાથે ત્રીજા ક્રમે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.