કોહલીએ કેપ્ટન તરીકે કંઇ જ હાંસલ નથી કર્યુઃ ગૌતમ ગંભીર

Sports
Sports

મુંબઇ,
ક્રિકેટ જગતમાં જ્યારે એક વ્યક્તગત ઉપલબ્ધ હાંસલ કરવાની વાત આવે છે, ત્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ખાતામાં કેટલાય મોરપીંછ લાગી જાય છે. પરંતુ એક કેપ્ટન તરીકે ઉપલબ્ધઓમાં વિરાટ ક્્યાંય નથી દેખાતો. પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે એક સ્પોટ્‌ર્સ વેબસાઇટ સાથેની વાતચીત દરમિયાન કોહલી પર કટાક્ષ કર્યો હતો.
સ્ટાર સ્પોટ્‌ર્સના ક્રિકેટ કનેક્ટેડના એપિસાડમાં બોલતા ગંભીરે કે, કોહલીને હજુ પોતાની કેરિયરમાં ઘણુબધુ કામ કરવાનુ બાકી છે. જ્યારે ગંભીરને પુછવામાં આવ્યુ કે કોહલીને ૩૧ વર્ષની ઉંમરમાં હજુ શુ બાકી છે. ત્યારે જવાબ આપતા ગંભીરે – બહુજ, એક ટીમની રમતમાં…
ગંભીરે તમે તમારા માટે રન બનાવી શકો છો, બ્રાયન લારા જેવા લોકો છે જેને ઘણાબધા રન બનાવ્યા છે, જેક કાલિસ જેવા લોકો, જેને કંઇજ નથી જીત્યુ, ઇમાનદારીથી કહુ તો વિરાટે હાલના સમયે એક કેપ્ટન તરીકે કંઇજ હાંસલ નથી કર્યુ, કંઇ જ નથી જીત્યુ.
વિરાટની પાસે ઘણુબધુ છે, પરંતુ એક કેપ્ટન તરીકે નહીં. જ્યાં સુધી તમે એકપણ મોટી ટ્રાફી નહીં જીતો, ત્યાં સુધી તમે સર્વશ્રેષ્ઠ કેપ્ટને અને ખેલાડી નહીં માનવામાં આવો. કદાચ તમે તમારી આખી કેરિયર ક્્યારેય પુરી નહીં કરી શકો. ૩૮ વર્ષીય ગંભીરે આગળ કે વિરાટને જાણવુ જાઇએ કે તેની પાસે અલગ અલગ પ્રકારના ખેલાડીઓ છે અને જરૂર પડે કોનો ઉપયોગ કરી શકાય.
ગંભીરે , વિરાટ અન્ય કરતાં બહુજ અલગ છે, તેની પાસે ક્ષમતા છે, તેને અન્ય ખેલાડીઓને સમજવા પડશે એક ખેલાડી તરીકે. તે તેને બદલી નથી શકતો, વિરાટે અન્ય ખેલાડીઓ સાથે તુલના ના કરવી જાઇએ, કેમકે દરેક વ્યક્ત અલગ છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.