કેવિન પીટરસનો આઈપીએલ ૨૦૨૦ની કોમેન્ટ્રી પેનલને છોડવાનો કર્યો ર્નિણય

Sports
Sports 32

દુબઈ,
ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્‌સમેન કેવિન પીટરસને પોતાના પરિવારની સાથે સમય પસાર કરવા માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૦ની કોમેન્ટ્રી પેનલને છોડવાનો ર્નિણય કર્યો છે. તે યૂએઈથી ઈંગ્લેન્ડ માટે રવાના થયો છે. ઈંગ્લેન્ડ તરફથી ૧૦૪ ટેસ્ટ મેચ રમી ચુકેલ આ ૪૦ વર્ષીય ખેલાડી આઈપીએલમાં પણ રમી ચુક્્યો છે. તેણે ટૂર્નામેન્ટ છોડીને જતા પહેલા ત્રણ ટીમોને આઈપીએલ ૨૦૨૦ના ટાઇટલની દાવેદાર ગણાવી છે. પીટરસને પોતાના બાળકોની સાથે સમય પસાર કરવા માટે આઈપીએલમાં કોમેન્ટ્રી છોડી છે.

તેણે કે, મારા બાળકોની હાફ-ટર્મ છે અને હું તેની સાથે રહેવા ઈચ્છુ છું. તેથી મેં આઈપીએલમાં કોમેન્ટ્રી છોડી છે. આ એક અજીબ વર્ષ
છે. તે સ્કૂલ જઈ રહ્યાં નથી. હું તેની સાથે આખો દિવસ રહેવા ઈચ્છુ છું. તેણે ટ્‌વીટ કરીને આ વાત કરી છે. પીટરસને પોતાના વિદાયની જાહેરાત બાદ એક બ્લોગ પર આઈપીએલ ૨૦૨૦ ટૂર્નામેન્ટ પર પોતાના વિચારો રાખ્યા હતા. તેણે કે, તે બોલરોના પ્રદર્શનથી ઘણો ખુશ છે. તેણે કે, ખેલાડી જેટલો દૂર સુધી બોલને મારી શકે છે.

બોલ સ્ટેડિયમની બહાર જતો રહે છે. આ જાેઈને ખુબ મજા આવે છે, પરંતુ તે જાેઈને પણ સારૂ લાગે છે કે બોલર શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને લખ્યું કે, આઈપીએલ ૨૦૨૦મા ત્રણ ટીમો વચ્ચે લડાઈ જાેવા મળશે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ. પીટરસને ગુરૂવારે આરસીબી કેપ્ટન વિરાટ કોહલી દ્વારા કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ નંબર ૬ પર એબી ડિવિલિયર્સને મોકલવાના ર્નિણયની ટીકા કરી હતી. આ પહેલા એબીડીએ કોલકત્તા વિરુદ્ધ ચોથા ક્રમે બેટિંગ કરતા ૩૩ બોલ પર ૭૩ રનની ઈનિંગ રમી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.