ઓનલાઇન રમ્મીને પ્રમોટ કરવા બદલ કેરળ હાઇકોર્ટે કોહલીને નોટિસ ફટકારી

Sports
Sports

તિરુવનંતપુરમ્‌,
વિરાટ કોહલીને બ્રાન્ડ એમ્બેસેડરની ભૂમિકામાં ઓનલાઇન રમ્મી તરફ પ્રેક્ષકોને આકર્ષિત કરવા બદલ બુધવારે કેરળ હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. ચીફ જસ્ટિસ એસ મણિકુમારની અધ્યક્ષતામાં કેરળ હાઈકોર્ટની ડિવિઝન બેંચના જસ્ટિસ અનિલ નરેન્દ્રને ઓનલાઇન રમ્મીની રમતો અટકાવવા માંગતી અરજીની સુનાવણી દરમિયાન કોહલી અને કેટલાક અન્ય લોકોને નોટિસ મોકલી હતી. તેમણે આ મામલે કેરળ સરકાર પાસે પણ જવાબ માગ્યો છે.
થ્રિસુરના વતની પૌલી વડક્કને આ અરજી દાખલ કરી છે કે, “ઓનલાઇન રમ્મી ગેમ્સ વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે. તે કાયદેસર રીતે પ્રતિબંધિત હોવી જાેઈએ. અન્ય રાજ્યોએ પણ આવું જ કર્યું છે. કેરળમાં ૧૯૬૦નો કાયદો છે. પરંતુ અન્ય કોઈ પગલા લેવામાં આવ્યા નથી. તેમાં ઓનલાઇન રમ્મીનો વિષય શામેલ નથી. સ્ટાર્સ, જે બ્રાન્ડ એમ્બેસેડર છે, તેમણે પ્રેક્ષકોને આકષ્ર્યા અને સ્પર્ધામાં ભાગ લીધો.”
વિરાટ કોહલી એકમાત્ર સ્ટાર નથી જેને કેરળ હાઇકોર્ટે નોટિસ ફટકારી છે. અભિનેતા તમન્નાહ ભાટિયા અને અજુ વર્ગીઝ અન્ય બે “બ્રાન્ડ એમ્બેસેડર” છે, જેમને કેરળ હાઈકોર્ટ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.