કેરોન પોલાર્ડ 600 ટી-20 મેચ રમનાર વિશ્વના પ્રથમ ખેલાડી બન્યા

Sports
Sports

કેરોન પોલાર્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લીધી છે.પરંતુ તેઓ હજુ વિશ્વભરની ટી-20 લીગમાં રમી રહ્યા છે. જેઓ ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી ધ હન્ડ્રેડમાં લંડન સ્પિરિટ ટીમનો ભાગ છે.આ સિવાય તેઓ વર્તમાનમા 600 ટી-20 મેચ રમનારા વિશ્વના પ્રથમ ખેલાડી બન્યા છે.ત્યારે આ મેચમાં પ્રથમ દાવમાં લંડન સ્પિરિટે 6 વિકેટ ઉપર 160 રન બનાવ્યા હતા.જ્યારે ઓપનર બેટ્સમેન જેક ક્રોલે 41 રન બનાવ્યા હતા.આમ કેરોન પોલાર્ડ આઈ.પી.એલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે.આમ તેઓ 600 મેચની 533 ઈનિંગ્સમાં 31ની એવરેજથી 11,723 રન બનાવી ચુક્યા છે.જેમાં તેમણે એક સદી અને 56 અડધી સદી ફટકારી છે.ત્યારે તેમનો સ્ટ્રાઈક રેટ 151 છે.આ સિવાય તેઓ 780થી વધુ સિક્સર ફટકારી ચૂક્યા છે.આ ફાસ્ટ બોલરે 309 વિકેટ લીધી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.