ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ પહેલા જ યુવરાજસિંહે પિટરસનની લગાવી ક્લાસ

Sports
Sports

ચંડીગઢ,
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓલ રાઉન્ડર રહેલા યુવરાજ સિંહે ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ પહેલા પૂર્વ ઈંગ્લિશ કેપ્ટન કેવિન પીટરસનને બહુ ટ્રોલ કર્યો છે. યુવરાજ અને પીટરસન ઘણા સારા મિત્રો છે. પરંતુ સોશિયલ મીડિયા પર બન્ને એકબીજાની મજાક ઉડાવવાનું ચુકતા નથી. તાજેતરમાં જ પીટરસને ઈંગ્લિશ મીડિયાની ટીકા કરતા એક પોસ્ટ કરી હતી, જેમા ઈંગ્લિશ પ્રિમિયર લીગમાં મેંનચેસ્ટર યૂનાઈટેડ અને ચેલ્સીની વર્તમાન સ્થિતિ પર વાત કરી હતી.
યુવરાજસિંહ ઈંગ્લિશ પ્રિમિયર લીગમાં મેંનચેસ્ટર યૂનાઈટેડના ફેન છે, જ્યારે પીટરસન ચેલ્સીના ફેન છે. ઈંગ્લિશ પ્રિમિયર લીગમાં ચેલ્સી અત્યારે ૧૯ મેચોમાં ૨૯ અંકો સાથે પોઈન્ટ ટેબલમાં ૮માં સ્થાને છે. જ્યારે મેંનચેસ્ટર યૂનાઈટેડ ૪૦ અંકો સાથે લીગમાં ટોપ પર છે. પીટરસને ટ્‌વીટર પર લખ્યું, કેટલાક મહિના પહેલા ચેલ્સી પોઈન્ટ ટેબલ પર પહેલા નંબરે હતી, હવે ઈંગ્લિશ મીડિયાના મેનેજર લેન્પાર્ડની પાછળ પડી છે. કેટલાક મહિના પહેલા મીડિયા મેંનચેસ્ટર યૂનાઈટેડના મેનેજર પાછળ પડી હતી. હવે મેંનચેસ્ટર યૂનાઈટેડ નંબર વન પર છે તો ઠીક છે. આ દેશમાં ઈંગ્લિશ મીડિયાને પહોંચી વળવું મુશ્કેલ છે.
યુવરાજસિંહે તેના જવાબમાં મસ્તી કરતા કહ્યું, આર યૂ હર્ટિંગ બેબી (શું તમે તેનાથી દુખી થયા છો). જણાવી દઈએ કે યુવરાજે તેમની છેલ્લી મેચ વેસ્ટઈન્ડિઝ સામે ૨૦૧૭ માં રમી હતી, ત્યાર બાદ ૨૦૧૯માં તેમણે આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. યુવરાજે ભારત તરફથી ૪૦ ટેસ્ટ, ૩૦૪ વન ડે અને ૫૮ ટી ટ્‌વીન્ટી મેચ રમ્યા હતા. યુવરાજે વન ડે માં ૩૬.૫૫ની એવરેજથી ૮૭૦૧ રન બનાવ્યા હતા, જેમા ૧૪ સદી અને ૫૨ અડધી સદી સામેલ છે. સાથે યુવરાજે વન ડેમાં ૧૧૧ વિકેટ પણ લીધી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.