ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલરે 30મી વાર એક ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી

Sports
Sports

ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને 30મી વાર ટેસ્ટની એક ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી છે.આ સાથે જ તેણે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્ગ્રાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.મેક્ગ્રાએ ટેસ્ટમાં 29 વાર એક ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી હતી.આમ ઓવરઓલ શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરને સૌથી વધુ 67 વાર આ સિદ્ધિ મેળવી છે.

એન્ડરસને શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં ગોલ ખાતે 40 રન આપીને 6 વિકેટ લીધીઆ એશિયામાં તેનો શ્રેષ્ઠ દેખાવ છે.જેમાં નિરોશન ડિકવેલા એન્ડરસનનો પાંચમો શિકાર બન્યો હતો.આ સિવાય એન્ડરસને લાહિરુ થિરિમાને,કુસલ પરેરા,ઓશાદા ફર્નાન્ડો,એન્જલો મેથ્યુઝ અને સુરંગા લકમલને આઉટ કર્યા હતા.

આમ સૌથી વધુ વખત એક ઇનિંગ્સમાં 5 વિકેટ લેવાના મામલે એન્ડરસન છઠ્ઠા નંબરે છે.મુરલીધરને 67,શેન વોર્ને 37,રિચર્ડ હેડલીએ 36,અનિલ કુંબલેએ 35 અને રંગના હેરાથે 34 વાર એક ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી છે.

કુંબલેના રેકોર્ડથી 14 વિકેટ દૂર છે એન્ડરસન.એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ચોથા નંબરે છે.તેના નામે 606 વિકેટ છે.મુરલીધરને સૌથી વધુ 808 વિકેટ લીધી છે.આમ તેઓ વધુ 14 વિકેટ લેવાની સાથે જ એન્ડરસન ભારતના અનિલ કુંબલેને પાછળ છોડી દેશે.એન્ડરસન સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલરમાં ટોપ પર છે.આ સિવાય 563 વિકેટ સાથે મેક્ગ્રા બીજા અને 519 વિકેટ સાથે કર્ટની વોલ્શ ત્રીજા સ્થાને છે.તેમજ સ્ટુઅર્ટ બ્રોડ 517 વિકેટ સાથે ચોથા સ્થાને છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.