જય શાહે કહ્યું : આગામી ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રોહિત શર્મા કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળશે

Sports
Sports

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે કહ્યું છે કે, T-20 વર્લ્ડ કપ પછી અમે રોહિતની કેપ્ટન્સીમાં 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ જીતીશું.

શું બોલ્યા જય શાહ: શાહે ટી-20 વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપતો એક વીડિયો જાહેર કર્યો હતો. એમણે કહ્યું કે, મેં રાજકોટમાં કહ્યું હતું કે, જૂન 2024માં અમે કપની સાથે સાથે દિલ પણ જીતીશું. અમે ભારતીય ધ્વજ પણ લહેરાવીશું અને અમારા કેપ્ટને ધ્વજ ફરકાવ્યો. આ જીતમાં છેલ્લી પાંચ ઓવરનો મોટો ફાળો હતો. આ યોગદાન માટે હું સૂર્યકુમાર યાદવ,જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાનો આભાર માનવા માંગુ છું. આ જીત પછી, આગામી સ્ટેજ WTC ફાઈનલ અને ચેમ્પિયન્સ ટ્રોફી છે. મને વિશ્વાસ છે કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં અમે ચેમ્પિયન બનીશું. આ બંને ટુર્નામેન્ટમાં

ભારતે 2008 પછી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન માટે સખત મહેનત કરી રહ્યું છે. આઈસીસીને શેડ્યૂલ પણ મોકલી દીધું છે, જે મુજબ ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ લાહોર, કરાચી અને રાવલપિંડીમાં યોજાઈ શકે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો નિર્ણય ભારત સરકાર લેશે. ભારતીય ટીમે 2008થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. આતંકવાદી ગતિવિધિઓને કારણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી નથી થઈ રહી. આ કારણે બંને ટીમો હવે માત્ર ICC ટૂર્નામેન્ટમાં જ રમતી જોવા મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.