
વન-ડેમાં ૨૦૦ વિકેટ ઝડપનારો જાડેજા પહેલો લેફ્ટ આર્મ સ્પિનર
કોલંબો, ભારતીય ટીમના ઓલ રાઉન્ડ ખેલાડી રવિન્દ્ર જાડેજાએ એશિયા કપ ૨૦૨૩માં બાંગ્લાદેશ સામેની મેચમાં પોતાના ૨૦૦ વનડે વિકેટ પુરી કરવામાં ઈતિહાસ રચ્યો છે. આ મેચમાં જાડેજાએ શમીમ હુસૈનની વિકેટ લઈને આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. હવે તે ભારત તરફથી વન-ડે ક્રિકેટમાં ૨૦૦ વિકેટ પૂરી કરનાર પહેલો ડાબોડી સ્પિન બોલર પણ બન્યો છે. આ ઉપરાંત જાડેજા અને કપિલ દેવ પછીનો બીજો એવો ભારતીય ખેલાડી છે કે જેણે વન ડેમાં ૨૦૦ અથવા તેનાથી વધારે વિકેટ સાથે ૨૦૦૦થી વધુ રન બનાવવાનો રેકોર્ડ કરી ઈતિહાસ રચ્યો છે.
ભારત માટે વન ડેમાં અત્યાર સુધી સ્પિન બોલર સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંભલેના નામ પર છે જેણે પોતાના કરિયરમાં કુલ ૩૩૪ વિકેટ હાંસલ કરી હતી. તેના પછી બીજા નંબર પર ૨૬૫ વિકેટો સાથે હરભજન સિંહનું નામ નોંધાયેલું છે.જ્યારે ત્રીજા નંબર પર રવિન્દ્ર જાડેજા ૨૦૦ વિકેટ સાથે આવે છે.
રવિન્દ્ર જાડેજા આ સિવાય પુર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ પછી બીજા ઓલરાઉન્ડર ખેલાડી બન્યો છે, જે વન ડેમાં ૨૦૦૦ થી વધારે રન બનાવવા સાથે ૨૦૦ વિકેટ પણ લીધી છે. જાડેજાએ તેના આ રેકોર્ડ ૧૮૨ વન ડે મેચમાં હાંસલ કર્યા હતો. અત્યાર સુધી જાડેજાએ ૫૦ ઓવરના ફોર્મેટની બોલિંગમાં ૩૬.૮૫ની એવરેજ જોવા મળે છે. આ સાથે તમને જણાવી દઈએ કે અત્યાર સુધી જાડેજાએ ભારતએ અત્યાર સુધી ભારત માટે ટેસ્ટમાં ૨૭૫ અને ટી૨૦માં ૫૧ વિકેટ હાસલ કરી છે.