આઇપીએલમાં પર્પલ કેપ પર હર્ષલ પટેલનો કબજો,જ્યારે ઓરેન્જ કેપમાં રાહુલને ઋતુરાજ-ડુપ્લેસીસ ટક્કર આપશે

Sports
Sports

આઈપીએલમા આવતીકાલે ચેન્નાઈ-કોલકત્તા વચ્ચે ફાઈનલ મેચ રમાશે. જેના પહેલાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરને મળતી પર્પલ કેપમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલર હર્ષલ પટેલે કબજો જમાવ્યો છે. જેમાં હર્ષલે 32 વિકેટ લીધી છે. ત્યારે બીજીતરફ આઈપીએલમા બેટસમેનોને મળતી ઓરેન્જ કેપમાં પંજાબનો કેપ્ટન રાહુલ પ્રથમ ક્રમે છે. તેણે 626 રન બનાવ્યા છે, પરંતુ તેને ચેન્નાઈના યુવા ઓપનિંગ બેટસમેન ઋતુરાજ ગાયકવાડ તરફથી ટક્કર મળી રહી છે જે રાહુલ કરતાં 23 રન પાછળ છે. આ ઉપરાંત ચેન્નાઈનો બીજો ઓપનર ફાફ ડુપ્લેસીસ 80 રન બનાવે તો તે રાહુલ કરતાં આગળ નીકળી જશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.