IPLફેઝ-૨ઃ પ્લે-ઓફ અને ફાઇનલ દુબઈમાં યોજવાની તૈયારી

Sports
Sports

ન્યુ દિલ્હી,
કોરોના મહામારીને કારણે IPL ૨ તબક્કામાં યોજવાના ર્નિણય પછી હવે BCCIએ ટૂર્નામેન્ટના ફેઝ-૨ને UAEમાં યોજવાની તૈયારીઓ હાથ ધરી દીધી છે, જેની ૩૧ મેચ સંયુક્ત આરબ અમીરાતમાં યોજાય એ માટે BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી સહિત બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ પણ UAE પ્રવાસ કરી ચૂક્યા છે. ત્યાં તેમણે સ્થાનિક ક્રિકેટરો સાથે આગામી વ્યૂહરચના વિશે માહિતી પ્રાપ્ત કરી હતી.

ટૂર્નામેન્ટની ફાઈનલ અને પ્લે-ઓફ એક જ સ્ટેડિયમમાં યોજાશે. આ મેચો માટે બોર્ડની પ્રથમ પસંદ દુબઈ છે. આની પાછળ ઘણાં કારણો પણ જણાવાયાં છે, જેનું મુખ્ય કારણ આ વર્ષે આયોજિત T-20 વર્લ્ડ કપને જણાવવામાં આવ્યું છે.

જાે કોઈ કારણસર ૧૮ ઓક્ટોબરથી યોજાનારો T-20 વર્લ્ડ કપ ભારતની જગ્યાએ UAEમાં શિફ્ટ કરવામાં આવે તો, ૩માંથી બીજાં ૨ સ્ટેડિયમ લોકોને પ્રેક્ટિસ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય તથા ભારત અને UAE ક્રિકેટ બોર્ડ આ સ્ટેડિયમોને એક ઓક્ટોબરના રોજ ICC ને સોંપી શકે.

આના સિવાય ગત વર્ષે UAEમાં યોજાયેલા IPL દરમિયાન મોટા ભાગની ટીમોએ દુબઈમાં ધામા નાખ્યા હતા. ફક્તKKR અને MIની ટીમે અબુધાબીમાં રોકાણ કર્યું હતું. એવામાં દુબઈની અંદર અંતિમ ફેઝની મેચનું આયોજન કરવું ઘણું સરળ રહી શકે છે.

IPLબાકી ૩૧ મેચોનું આયોજનUAEનાં ત્રણ શહેરો અબુધાબી, દુબઈ અને શારજાહમાં થશે. બોર્ડ ૩૦ સપ્ટેમ્બર સુધી દરેક વર્ષે લીગ મેચ પૂર્ણ કરવાની યોજના બનાવી રહી છે. એવામાં ૮-૧૦ ડબલ હેડર યોજાઈ શકે છે. જાે છેલ્લા માળખાને જાેઈએ તો હવે ફક્ત ૬ ડબલ હેડર મેચ બાકી રહી છે.

આની પહેલાંIPL મિડ સીઝનમાં SRHના ઋદ્ધિમાન સાહા, દિલ્હી ટીમના અમિત મિશ્રા, કોલકાતા ટીમના સંદીપ વૉરિયર અને વરુણ ચક્રવર્તી, CSKના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી અને બેટિંગ કોચ માઈકલ હસી કોરોના સંક્રમિત થયા હતા, જેથી લીગને મધ્યમાં રોકવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.