આઇપીએલમા રાજસ્થાન સામે દિલ્હી 8 વિકેટથી જીત્યું
મિચેલ માર્શે બે વિકેટ ઝડપ્યા બાદ 89 રન ફટકારતાં દિલ્હીએ રાજસ્થાન સામે 8 વિકેટથી જીત હાંસલ કરી હતી.જેમા માર્શ અને વોર્નરે 144 રનની ભાગીદારી કરતાં દિલ્હીની જીતને આસાન બનાવી દીધી હતી.આમ જીતવા માટેના 161ના ટાર્ગેટને દિલ્હીએ 18.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.જેમા વોર્નર 52 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.આમ જીતવા માટેના 161ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીએ પહેલી ઓવરમાં ભરતની વિકેટ શૂન્ય પર ગુમાવી હતી.આ અગાઉ આર.અશ્વિને તેની ઓલરાઉન્ડર તરીકે 50 તેમજ પડિક્કલના 48 રન ફટકારતાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટે 160 રન કર્યા હતા.જેમા ચેતન સાકરિયા,મિચેલ માર્શ અને નોર્ટ્જેએ 2-2 વિકેટ ઝડપી હતી.દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંતે ટોસ જીતીને પ્રથમ રાજસ્થાનને બેટિંગમાં ઉતાર્યું હતુ.ત્યારે અશ્વિને 50 રન નોંધાવ્યા હતા તેમપ જયસ્વાલે 19 રન જોડયા હતા.