આઈ.પી.એલ 2023માં દિલ્હી સામે ચેન્નાઈનો વિજય થયો
આઈ.પી.એલ 2023મા ચેન્નાઈ સુપર કિંગ્સનો દિલ્હી કેપિટલ્સ સામે 27 રને વિજય થયો છે.જેમા ચેન્નાઈએ 20 ઓવરમાં 8 વિકેટે 167 રન કર્યા હતા.ત્યારે તેની સામે દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટે 140 રન કરતાં ચેન્નાઈનો 27 રને વિજય થયો છે.જેમાં દિલ્હીના મિશેલ માર્સ અને અક્ષર પટેલની બોલીંગના કારણે ચેન્નાઈના ખેલાડીઓ મોટો સ્કોર કરી શક્યા નહતા.જ્યારે બીજીતરફ ચેન્નાઈના બેટ્સમેનોનુ નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું હતું.જ્યારે બીજીતરફ દિલ્હીના બોલર પાથિરાનાએ ટીમને જીત અપાવવા મહત્વનું યોગદાન આપ્યું હતું.જેમાં દિલ્હી તરફથી મિશેલ માર્શે 3 વિકેટ ઝડપી હતી,જ્યારે અક્ષર પટેલે 2 વિકેટ,ખલીલ અહેમદ,લલીત યાદવ અને કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.આમ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ દિલ્હી કેપિટલ્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટીંગનો નિર્ણય કર્યો છે
દિલ્હી કેપિટલ્સ- ડેવિડ વોર્નર,ફિલિપ સોલ્ટ,મિશેલ માર્શ,રિલે રૂસો,અક્ષર પટેલ,અમન ખાન,લલિત યાદવ,કુલદીપ યાદવ,મુકેશ કુમાર,ખલીલ અહેમદ અને ઈશાંત શર્માનો સમાવેશ કરાયો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ- ઋતુરાજ ગાયકવાડ,ડેવોન કોનવે,અજિંક્ય રહાણે,અંબાતી રાયડુ,શિવમ દુબે,મોઈન અલી,રવિન્દ્ર જાડેજા,મહેન્દ્રસિંહ ધોની,દીપક ચહર,તુષાર દેશપાંડે અને મહિષ તીક્ષાનાનો સમાવેશ કરાયો છે.