આઇપીએલ-૨૦૨૧ઃ કોહલીનો વર્લ્ડ રેકોર્ડ, ૬ હજાર રન પૂરા કરનાર બન્યો પહેલો ખેલાડી

Sports
Sports

ચેન્નઈ,
દિગ્ગજ બેટ્‌સમેન વિરાટ કોહલીએ ્‌૨૦ ક્રિકેટમાં કેપ્ટન તરીકે ૬ હજાર રન પૂરા કર્યા છે. શુક્રવારે ચેન્નાઇમાં મુંબઇ ઇન્ડિયન્સ સામેની મેચમાં તેણે આ કારનામું કર્યું હતું. કોહલી ્‌૨૦ ક્રિકેટમાં કેપ્ટન તરીકે ભારત તરફથી સૌથી વધુ રન બનાવનારો બેટ્‌સમેન પણ બની ગયો છે.
કોહલીએ ૧૬૮મી ઇનિંગ્સમાં કેપ્ટન તરીકે ૬ હજાર રન પૂરા કર્યા. આ મામલે ધોની બીજા ક્રમે છે. તેણે ્‌૨૦ માં કેપ્ટન તરીકે ૫૮૭૨ રન બનાવ્યા છે. આ સિવાય ૈંઁન્માં વિરાટ પણ સૌથી વધુ રન બનાવનાર છે. ૈંઁન્માં કોહલી ૬ હજાર રનની નજીક છે. કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સીઝનની પહેલી મેચમાં ૩૩ રનની ઇનિંગ્સ રમ્યો.
કોહલી ્‌૨૦માં ૧૦ હજાર રન બનાવાથી ૨૩૬ રન દૂર છે. કોહલીએ ૩૦૫ ્‌૨૦ મેચોમાં ૯૭૬૪ રન બનાવ્યા છે. કોહલી ્‌૨૦ માં ૧૦,૦૦૦ રન બનાવનારો પહેલો ભારતીય બેટ્‌સમેન હશે. એકંદરે ટી૨૦ માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલના નામે નોંધાયો છે. તેણે ૪૧૬ મેચોમાં ૧૩,૭૨૦ રન બનાવ્યા છે. તે જ સમયે, કીરોન પોલાર્ડ ૧૦,૬૨૯ રન બનાવ્યા છે. પાકિસ્તાનના શોએબ મલિકે ૧૦,૪૮૮ રન બનાવ્યા છે. કોહલી આ યાદીમાં છઠ્ઠા નંબરે છે.
મુંબઇ ઇન્ડિયન્સની સામે ઇઝ્રમ્એ ટોસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો ર્નિણય કર્યો. પહેલાં રમતાં મુંબઇએ ૨૦ ઓવરમાં ૯ વિકેટ પર ૧૫૯ રન બનાવ્યા. મુંબઇ ઇન્ડિયન્સની તરફથી ક્રિસ લિન સૌથી વધુ ૪૯ રનની ઇનિંગ્સ રમ્યો.
ઇઝ્રમ્ની તરફથી હર્ષલ પટેલે ૫ વિકેટ લીધી. ૈંઁન્ના ઇતિહાસમાં મુંબઇ ઇન્ડિયન્સની વિરૂદ્ધ ૫ વિકેટ હોલ કરનાર પટેલ પહેલાં બોલર્સ બની ગયા છે. આ સિવાય ૭ વર્ષ બાદ ઇઝ્રમ્ના બોલર્સે ૈંઁન્માં ૫ વિકેટ લેનારની કમાલ કરી છે.
જવાબમાં ૧૬૦ રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટીમે એબી ડિવિલિયર્સ (૪૮ રન)ની જબરદસ્તી બેટિંગની મદદથી ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં આ મેચ પોતાના નામે કરી લીધી. તેની સાથે જ કોહલીની ટીમે જીતની સાથે સીઝનની શરૂઆત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.