આઈપીએલ ૨૦૨૧ઃ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ યુએઈમાં રમત દરમ્યાન ટીમ સાથે જાેડાઇ શકે

Sports
Sports

ન્યુ દિલ્હી,
ઇન્ડીયન પ્રિમિયર લીગ (આઈપીએલ) ને લઇને ઓસ્ટ્રલિયા થી સારા સમાચાર સામે આવ્યા છે. આઈપીએલ ૨૦૨૧ માટે મોટાભાગે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ યુએઈની રમત દરમ્યાન ટીમ સાથે જાેડાઇ શકે છે. કોરોના સંક્રમણને લઇને આઈપીએલ ૨૦૨૧ને અધવચ્ચે જ સ્થગીત કરી દેવી પડી હતી. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ પરીવાર સાથે મેળાપ થવામાં એક મહિનો સમસ્યા વેઠવી પડી હતી. દરમ્યાન ઓસ્ટ્રેલીયન ખેલાડીઓની ગેરહાજરી આગળની ૈંઁન્ મેચોમાં રહેવાની વાતો થી ફેન્સમાં નિરાશા વર્તાઇ રહી હતી.
હવે ફેન્સ માટે સારા સમાચાર મળી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન ધુંઆધાર બેટ્‌સમેન ગ્લેન મેક્સવેલ અને ઝડપી બોલર, પેટ કમિન્સની ધારદાર બોલીંગ જાેવા મળી શકે છે. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના આઇપીએલમાં હાજર રહેવાને લઇને, જેતે ખેલાડીઓની ટીમ ઉપરાંત ફેન્સને ઉત્સાહ વર્તાઇ શકે છે.
ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ મેક્સવેલ, પેટ કમિન્સ, ઝાય રીચાર્ડસનન અને માર્કસ સ્ટોયનીસ જેવા ખેલાડીઓ આઇપીએલમાં સામેલ થઇ શકે છે. ઓસ્ટ્રલીયન ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ ખેડનારી છે. જે પ્રવાસમાંથી કેટલાક ખેલાડીઓએ વ્યક્તિગત કારણોસર પોતાના નામ પરત લીધા છે. આમ મહત્વના અને આઇપીએલ સાથે જાેડાયેલ હોય એવા ખેલાડીઓ વિન્ડીઝ પ્રવાસ જનાર નથી.
આ પહેલા આઇપીએલ ફ્રેન્ચાઇઝીના એક અધિકારીએ જાણકારી આપી હતી. તેમણે ન્યુઝીલેન્ડના ખેલાડીઓ આઇપીએલમાં ઉપસ્થિત રહેવાનુ કહ્યું હતું. તેમને કહ્યું હતું, અમે હવે ખૂબ જીવીત છીએ. બીસીસીઆઈ ઇંગ્લીશ અને ઓસ્ટ્રેલીયન ક્રિકેટ બોર્ડ સાથે આ સંદર્ભમાં વાત કરી રહ્યુ છે. આઇપીએલ સામાન્ય રીતે એપ્રિલ અને મે માસ દરમ્યાન આયોજીત થતી હોય છે. આવામાં ક્રિકેટ બોર્ડે મુશ્કેલી દર્શાવવી સ્વાભાવીક છે. જાેકે અમે એ વાતને લઇને અમે કન્ફર્મ છીએ કે, ન્યુઝીલેન્ડના ખેલાડીઓ એકશનમાં નજર આવશે.
ઇંગ્લેન્ડના ખેલાડીઓને લઇને અગાઉ થી જ સ્પષ્ટતા થઇ ચુકી હતી કે તેઓ આઇપીએલની આગળની મેચમાં સામેલ નહી થઇ શકે. ઈસીબીએ પોતાના ખેલાડીઓને ટી૨૦ વિશ્વકપ પર ધ્યાન આપવા માટેની સ્પષ્ટતા કરી હતી. બીસીસીઆઇ જાેકે તમામ વિદેશી ક્રિકેટ બોર્ડના સંપર્કમાં રહીને વિદેશી ખેલાડીઓને આઇપીએલમાં સામેલ રાખવા પ્રયાસ કરી રહ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.