IPL 2020: મયંક અગ્રવાલ પર સુપર ઓવર પહેલાં ક્રિસ ગેઈલ ભડક્યો હતો, જાણો કેમ થયો ગુસ્સો?

Sports
Sports

ઈન્ડિયન પ્રીમિયર લીગના 13 સિઝનના ઈતિહાસના સૌથી રોમાંચક મુકાબલામાં કિંગ્સ ઈલેવન પંજાબે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું. પહેલાં બેટિંગ કરતાં મુંબઈએ 6 વિકેટ પર 176 રન બનાવ્યા અને જવાબમાં પંજાબની ટીમે પણ 6 વિકેટ પર 176 રન બનાવી શકી હતી. મેચ ટાઈ થઈ અને નિર્ણય સુપર ઓવર મારફતે નક્કી થવાનો હતો, પણ સુપર ઓવર પણ ટાઈ થતાં બીજી સુપર ઓવર રમવાનો વારો આવ્યો હતો. ડબલ સુપર ઓવરમાં ક્રિસ ગેઈલ અને મયંક અગ્રવાલએ મુંબઈથી મળેલાં 12 રનોનાં લક્ષ્યાંકને હાંસલ કરી દીદો હતો. ગેઈલે ટ્રેન્ટ બોલ્ટના પહેલા બોલ પર જ સિક્સ ફટકારી હતી. જ્યારે અંતિમ બે બોલમાં સતત બે ચોગ્ગા ફટકારીને મયંકે પંજાબને રોમાંચક જીત અપાવી હતી. આ પહેલીવાર હતું કે જ્યારે આઈપીએલમાં સુપર ઓવર ટાઈ રહી હોય. જ્યારે મયંકે યુનિવર્સ બોસ ક્રિસ ગેઈલને પુછ્યું કે, શું તે સુપર ઓવરમાં રનનો પીછો કરતાં પહેલાં નર્વસ હતો, તો તે ભડકી ઉઠ્યો હતો. અને કહ્યું કે, હું ક્યારેય પણ નવર્સ ન હતો. પણ હું એ વાતને લઈ ગુસ્સામાં હતો કે આપણને આ સ્થિતિનો સામનો કરવો પડ્યો. પણ આ ક્રિકેટનો ખેલ છે અને આવું થતું રહે છે. એટલે સુધી કે જ્યારે અમે બેટિંગ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે હું તારાથી નારાજ હતો. મને એ વાત પર ગુસ્સો આવ્યો કે જ્યારે તે મને પુછ્યું કે, પહેલા બોલનો સામનો કોણ કરશે. મને થયું કે, શું તું સાચેમાં મને આવો સવાલ કરી શકે છે. પહેલો બોલ રમવાવાળો બીજું કોઈ નહીં પણ યુનિવર્સ બોસ જ હશે ને. જીત બાદ પહેલી સુપર ઓવરમાં 6 રન બચાવનાર પંજાબના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ મયંકને કહ્યું કે, આ ખુબ જ મુશ્કેલ હતું. જ્યારે તમને 14-15 રન બચાવવા માટે આપવામાં આવે તો તમે વધારે આત્મવિશ્વાસથી ભરેલાં હોવ છો. પણ અહીં ભૂલ કરવાના ચાન્સ ખુબ જ ઓછા હતા ત્યારે મારી જે તાકાત છે તેના પર જ ભરોસો કર્યો. મને પોતાના યોર્કર પર ભરોસો છે અને જ્યારે મે પહેલો બોલ ફેંક્યો તો ભરોસો થઈ ગયો કે હું છ બોલ યોર્કર ફેંકી શકું છું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.