આઇ.પી.એલ 14ના પ્લેઓફમાં પહોંચવા હૈદરાબાદ,કોલકત્તા,પંજાબ અને રાજસ્થાને મેચો જીતવી જરૂરી બની રહેશે

Sports
Sports

આઈપીએલની 14મી સીઝનની શરૂઆત સારી રીતે થઈ હતી. પરંતુ કોરોના મહામારીને કારણે તેને અધવચ્ચે જ રોકી દેવી પડી હતી. જે ભારતમાં આયોજિત ટૂર્નામેન્ટને 29 મેચ બાદ સ્થગિત કરી દેવાઈ હતી. ત્યારબાદ બીજા તબક્કાને યુએઈમાં આયોજિત કરવાનો નિર્ણય લેવાયો હતો. જે બાદ રવિવારથી આઈપીએલ નવેસરથી શરૂ થઈ રહી છે. પરંતુ આ વખતે સ્થિતિ બદલાયેલી છે. જેમા હૈદરાબાદની ટીમ માટે પહેલો તબક્કો અત્યંત નિરાશાજનક રહ્યો જેમા સાતમાંથી છ મેચ હારીને પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે છે. ત્યારબાદ ગ્રુપ સ્ટેજની સાત મેચ બાકી છે અને તેણે પ્લેઓફમાં જગ્યા પાક્કી કરવા માટે ઓછામાં ઓછા છ મેચ તો જીતવી જ પડશે. આ સિવાય ઈયોન મોર્ગનની કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે પહેલો તબક્કો નિરાશાજનક રહ્યો છે. જેમા ટીમે સાતમાંથી પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે જેના કારણે પોઈન્ટ ટેબલમાં તે અત્યારે સાતમા સ્થાને છે. જેમા તેને હજુ સાત મેચ રમવાની છે અને તેમાંથી પાંચ મેચ જીતે તો જ તેનો પ્લેઓફમાં પહોંચવાનો માર્ગ મોકળો થઈ શકશે. જેમા લોકેશ રાહુલની પંજાબ કિંગ્સ માટે પહેલો તબક્કો સારો રહ્યો નહોતો. જેમા ટીમે આઠમાંથી ત્રણ મેચ જીતી અને અત્યારે તે છઠ્ઠા સ્થાને છે. રાજસ્થાન રોયલ્સ માટે પહેલો તબક્કો મિશ્ર રહ્યો છે. જેમા ટીમે સાતમાંથી ત્રણ મેચ જીતી છે અને અત્યારે તે પાંચમા સ્થાને છે. તેણે હજુ સાત મેચ રમવાની છે અને પ્લેઓફમાં પહોંચવા માટે ઓછામાં ઓછા ચાર મેચ જીતવા પડશે. રોહિત શર્માની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સાતમાંથી ચાર મેચ જીતીને ચોથા સ્થાને છે. ત્યારે મુંબઈને હજુ સાત મેચ રમવાની છે અને આગળ પહોંચવા માટે ક્વોલિફાય કરવા માટે ઓછામાં ઓછા ચાર મેચ જીતવા પડશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પોતાના પ્રથમ ખીતાબની તલાશમાં છે. જેના માટે પહેલો તબક્કો શાનદાર રહ્યો હતો. જેમા ટીમે સાતમાંથી પાંચ મેચ જીતી અને ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. ત્યારે તેણે સાત મેચ રમવાની છે અને પ્લેઓફમાં પહોંચવા ઓછામાં ઓછા ત્રણ મેચ જીતવી પડશે. મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઈ સુપરકિંગ્સે પ્રથમ તબક્કામા સારુ પ્રદર્શન કર્યું અને સતત ચાર મેચ જીતી હતી. જેમા ટીમે અત્યારસુધી સાતમાંથી પાંચ મેચ જીતી છે.ત્યારબાદ અત્યારે તે બીજા ક્રમે છે. ચેન્નાઈએ હજુ સાત મેચ રમવાના છે અને પ્લેઓફમાં પહોંચવા માટે ત્રણ મેચ જીતવાના રહેશે. દિલ્હી કેપિટલ્સે પ્રથમ તબક્કામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ટીમે આઠમાંથી છ મેચ જીતી અને પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે પહોંચી ગઈ છે. દિલ્હીને છ મેચ રમવાની છે તેમાંથી બે મેચ જીત્યા બાદ તે પ્લેઓફમાં પહોંચી શકે છે. આમ યુએઈમાં શરૂ થઈ રહેલી આઈપીએલમાં મર્યાદિત સંખ્યામાં દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. આ સાથે 28 મહિના બાદ આઈપીએલ જોવા માટે દર્શકો સ્ટેડિયમમાં આવી શકશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.