આઇપીએલ 14ના બીજા ફેઝ પહેલા એ.બી.ડીવિલિયર્સે આક્રમક બેટિંગ કરી સદી નોંધાવી

Sports
Sports 40

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનનો ફેઝ-2 આગામી 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે દરેક ટીમના ખેલાડીઓ આ ટૂર્નામેન્ટની સિઝનને જીતવા પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. તેવામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે પણ પ્રેક્ટિસ મેચ રમી હતી. જેમા સ્ટાર બેટ્સમેન એ.બી.ડીવિલિયર્સે 10 છગ્ગા સાથે આક્રમક બેટિંગ કરીને પોતાની તાકાતનો પરચો બતાવી દીધો હતો. જેમા RCB-Aની ટીમે પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે ટીમમાં એ.બી.ડીવિલિયર્સ પણ સામેલ હતો. જેમા તેણે 46 બોલમાં આક્રમક બેટિંગ કરીને 104 કર્યા હતા. જેમા 4 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે. આમ ઈન્ડિયન પ્રીમિયર લીગના બીજા ફેઝની શરૂઆત પહેલા BCCIએ આ ફેઝમાં દર્શકોને સ્ટેડિયમમાં મેચ જોવા માટે પ્રવેશ આપવાની અનુમતિ આપી દીધી છે. તેવામાં 19 સપ્ટેમ્બરથી શરૂ થતા ફેઝ-2ની પહેલી મેચ મુંબઈ અને ચેન્નઈ વચ્ચે રમાશે. તેવામાં ફેન્સ 16 સપ્ટમ્બરથી પોતાની ટિકિટ ઓનલાઇન બુક કરાવી શકશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.