ભારતની સ્ટાર ખેલાડી સાયના નેહવાલ અને કિદમ્બી શ્રીકાંતે વિજયી પ્રારંભ કર્યો

Sports
Sports

પેરિસ,
ઓલિન્ન્સ માસ્ટર્સ સુપર ૧૦૦ ટુર્નામેન્ટમાં ભારતની સ્ટાર ખેલાડી સાનિયા નેહવાલ અને કિદમ્બી શ્રીકાંતે વિજયી પ્રારંભ કર્યો છે. જ્યારે કિરણ જ્યોર્જે અપસેટ સર્જતા પોતાના જ દેશના એચએસ પ્રણોયને હરાવ્યો હતો. ચોથી ક્રમાંકિત સાઇનાએ વીમેન્સ સિંગલ્સ પહેલા રાઉન્ડમાં આયરલેન્ડની રાશેલ ડેરેગને ફક્ત ૨૧ મિનિટમાં જ ૨૧-૯, ૨૧-૫થી હરાવી હતી. હવે તે ૬૫મી ક્રમાંકિત ફ્રાન્સની મેરી બેટોમેની સામે ટકરાશે.
લંડન ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલિસ્ટ સાઇના નેહવાલે ગયા સપ્તાહે ઓલ ઇંગ્લેન્ડ બેડમિંટન ચેમ્પિયનશિપના પહેલા રાઉન્ડમાં જ સાથળની ઇજાના લીધે બહાર નીકળી જવું પડયું હતું. ભારતનો ટોચનો શટલર કિદમ્બી શ્રીકાંત ભારતના જ અજય જયરામને ૨૧-૧૫, ૨૧-૧૦થી હરાવી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ્યો હતો. હવે તે ત્રીજા રાઉન્ડમાં મલેશિયાના ૭૯માં ક્રમાંકિત ચીમ જુન વેઈ સામે ટકરાશે.
પહેલા રાઉન્ડમાં શ્રીકાંતને બાય મળ્યો હતો અને અજયે ભારતના આલાપ મિશ્રાને ૧૯-૨૧, ૨૩-૨૧, ૨૧-૧૬થી હરાવ્યો હતો. ઓલ ઇંગ્લેન્ડમાં સેમી ફાઇનલ સુધી પહોંચનારા હોલેન્ડના માર્ક કેલજાેઉને પ્રથમ રાઉન્ડની મેચમાં ૧૩-૨૧, ૨૧-૧૮, ૨૨-૨૦થી હરાવી અપસેટ સર્જનારા ભારતના કિરણ જ્યોર્જે વધુ એક અપસેટ સર્જતા ભારતના એચએસ પ્રણોયને ૧૩-૨૧, ૨૧-૧૬, ૨૩-૨૧થી ૫૯ મિનિટમાં હરાવ્યો હતો.હવે ૧૧૨મો ક્રમાંકિત ભારતીય ખેલાડી ફ્રાન્સના બ્રાઇસ લેવરડેઝ સામે ટકરાશે. ચિરાગ સેને પણ ઇન્ડોનેશિયાના ચિકો ઓરાને ૨૧-૧૩, ૨૧-૧૨થી હરાવી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
વીમેન્સ સિંગલ્સમાં ઇરા શર્માએ ફ્રાન્સની લેઓનિસ હ્યુએટને ૧૨-૨૧, ૨૧-૧૪, ૨૧-૧૭થી હરાવી હતી. તે હવે ડેન્માર્કની ત્રીજી ક્રમાંકિત હેન્સ ક્રિસ્ટિયન સામે ટકરાશે.ભૂતપૂર્વ કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન કશ્યપ ફ્રાન્સના ટોમા જુનિયર પોપોવ સામે ૭-૨૧, ૧૭-૨૧થી હારીને બહાર ફેંકાઈ ગયો હતો. જ્યારે ડેન્માર્કના ડિટલેવે ભારતના રાહુલ ભારદ્વાજને ૨૧-૧૫, ૨૧-૧૯થી હરાવ્યો હતો. મિકસ્ડ ડબલ્સની જાેડી પ્રણવ જેરી ચોપરા અને એન સિક્કી રેડ્ડીએ બલ્ગેરિયાની જાેડી ઇલિયન સ્ટોયનોવ અને હ્રિસ્ટોમિરા પોપોવસ્કાને ૨૧-૮-૨૧-૧૨થી હરાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.