ભારતની ઓસી.વિરુદ્ધ ઐતિહાસિક જીતઃ પીટરસને આપી ટીમ ઇન્ડિયાને ચેતવણી

Sports
Sports

લંડન,
ભારતીય ટીમે બ્રિસ્બેનના ગાબા મેદાન પર છેલ્લી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યો છે. ઋષભ પંત અને શુભમન ગિલની યાદગાર ઇનિંગ્સના સહારે ટીમ ઇન્ડિયાએ ચોથી ટેસ્ટ જીતીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સતત બીજી વખત કબજે કરી.
ટીમ ઈન્ડિયાને ચારે તરફથી વિજય અભિનંદન મળી રહ્યા છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને ભારતીય ટીમને અભિનંદનની સાથે ચેતવણી આપી છે. ભારતે હવે પછીની સિરીઝ તેમના ઘરે ઈંગ્લેન્ડ સામે રમવાની છે.
ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્‌સમેન પીટરસને હિન્દીમાં ટિ્‌વટ કર્યું હતું કે, “આ ઐતિહાસિક જીતની ઉજવણી કરો કારણ કે તમામ અવરોધો વચ્ચે આ જીત મળી છે. પરંતુ અસલી મજા તો ત્યારે આવશે જ્યારે ટીમ ઇંગ્લેંડ થોડા અઠવાડિયા પછી આવી રહી છે જેને તમારે તમારા ઘરમાં પરાજિત કરવી પડશે. સાવધાન રહો, વધારે પડતી ઉજવણી અને ઉલ્લાસ સારો નહી. “
ઈંગ્લેન્ડની ટીમ હાલમાં શ્રીલંકા પ્રવાસ પર બે ટેસ્ટ મેચની શ્રેણી રમી રહી છે. પ્રથમ ટેસ્ટમાં, ઇંગ્લેન્ડે જાે રુટની બેવડી સદીને આભારી યજમાન શ્રીલંકાને સાત વિકેટે પરાજય આપ્યો હતો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૪ ટેસ્ટ મેચની શ્રેણી ૫ ફેબ્રુઆરીથી શરૂ થશે. પ્રથમ અને બીજી ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.