ભારતીય મહિલા હોકી ટીમ કેનેડાને હરાવી સેમિફાઈનલમાં પ્રવેશી

Sports
Sports

ભારતીય મહિલા હોકી ટીમે આખરી લીગ મેચમાં કેનેડા સામે ૩-૨થી વિજય મેળવતા બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સની સેમિફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.ત્યારે આગામી સમયમાં ભારતને સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમવાનું થશે.આમ પૂલ-એના પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડ ત્રણેય મેચ જીતીને ૯ પોઈન્ટ સાથે ટોચ પર છે.ત્યારે ઈંગ્લેન્ડને આખરી લીગ મેચમાં વેલ્સ સામે રમવાનું છે,જેમાં તેની જીત લગભગ નક્કી જેવી છે.આ કારણે ભારતને પૂલમાં બીજા સ્થાને રહેવું પડશે અને પૂલ-બીમાં ટોચ પર રહેલા ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઈનલ રમવું પડશે.ઓસ્ટ્રેલિયા પૂલ-એમાં ચારેય મેચ જીતીને ૧૨ પોઈન્ટ સાથે ટોચ પર છે.જ્યારે ન્યુઝીલેન્ડ ૩ મેચમાં બે જીત અને એક હાર સાથે ૬ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.ન્યુઝીલેન્ડને આખરી મેચ સાઉથ આફ્રિકા સામે રમવાની છે,જેમાં તે જીતવા માટે ફેવરિટ છે.આમ બીજી સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.