ભારતીય અંડર-19 ટીમ એશિયા કપની સેમિફાઈનલમાં પહોંચી ચૂકી

Sports
Sports

7 વખતની ચેમ્પિયન ભારતીય અંડર-19 ટીમ એશિયા કપની સેમિફાઈનલમાં પહોંચી ચૂકી છે. ટીમે ગ્રૂપની અંતિમ મેચમાં અફઘાનિસ્તાનને 4 વિકેટે હરાવ્યું. ગ્રૂપ-એમાંથી ભારતની સાથે પાકિસ્તાન પણ સેમિફાઈનલમાં પહોંચ્યું.

પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 4 વિકેટે 259 રન કર્યા. એજાઝ અહમદ અહમદજઈએ 86 રન અને સુલેમાન સફીએ 73 રન કર્યા. ભારતીય ટીમે 10 બોલ બાકી રાખતા 6 વિકેટે લક્ષ્યાંક હાંસલ કર્યો. હરનૂર સિંહ (65)એ પ્રથમ વિકેટ માટે અંગકૃષ રઘુવંશી (35) સાથે 104 રનની ભાગીદારી કરી હતી.

રાજ બાવાએ 43* રન કરી ટીમને જીત અપાવી. અફઘાનના નૂર અહમદે 10 ઓવરમાં 4 વિકેટ ઝડપી. તેણે અંડર-19માં ભારત સામે બીજીવાર 4 વિકેટ ઝડપી. આ અગાઉ 2019માં પણ તેણે 4 વિકેટ ઝડપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.