ભારતના ટેનિસ ખેલાડી સુમિત નાગલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા

Sports
Sports

મહામારીના કારણોસર ટેનિસમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ નામ પાછા ખેંચી લેતાં ભારતનો સુમિત નાગલ ટોક્યો ઓલિમ્પિકની મેન્સ સિંગલ્સ ઈવેન્ટ માટે ક્વોલિફાય થઈ ગયો છે.સુમિતને સીધો પ્રવેશ મળતાં ભારતીય ટેનિસ સંઘે તેને ટેનિસ સ્ટાર બોપન્નાના પાર્ટનર તરીકે ઉતારવા નોમિનેટ કર્યો છે.જ્યારે અત્યારસુધી બોપન્નાના પાર્ટનર તરીકે નક્કી મનાતા દ્વિજ સરનનું નોમિનેશન પાછું ખેંચી લેવામાં આવ્યું છે.ટોક્યો ઓલિમ્પિકમાં સીધો પ્રવેશ મેળવવા માટે 14મી જુનના ટેનિસ રેન્કિંગને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. જેમાં નાગલનો મેન્સ સિંગલ્સમાં 144મો રેન્ક હતો.કોરોનાનો ભય અને ટોક્યો ગેમ્સના આયોજકોના કડક નિયંત્રણોને પગલે ઘણા બધા ટેનિસ ખેલાડીઓએ ઓલિમ્પિકમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.જેમાં બોપન્ના-સરનની જોડીને ઓલિમ્પિકમાં પ્રવેશ મળ્યો નથી.ભારતીય ટેનિસ સંઘે ટોક્યોમાં સીધો પ્રવેશ મેળવનારા નાગલને બોપન્નાના જોડીદાર બનાવવાનો નિર્ણય લીધો છે.જો મેન્સ ડબલ્સમાં કેટલીક જોડીઓ ખસી જાય તો તેમને તક મળી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.