
ભારતીય ખેલાડી જોગિંદર શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
ભારતના 2007ના ટી-20 વિશ્વકપ વિજેતા જોગિંદર શર્માએ વર્તમાનમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ તેમજ ડોમેસ્ટિક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.આમ 2007 ટી-20 વિશ્વકપની ફાઈનલમાં છેલ્લી ઓવર નાખનાર જોગિંદર શર્મા 4 બોલમા હીરો બની ગયા હતા.પરંતુ આ પછી તેઓ ક્યારેય કોઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમ્યા જ નથી.જોકે તેઓએ ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખ્યું હતું.જોગિંદર શર્મા ઓક્ટોબર 2007માં હરિયાણા પોલીસમાં જોડાયા હતા.ત્યારે વર્તમાનમાં તેઓ હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના પેહોવા સ્થિત પોલીસ સુપ્રિટેંડેંટ છે.જોગિંદર શર્માએ 2017માં છેલ્લીવાર ડોમેસ્ટિક મેચ રમી હતી.જેમાં તેમણે પંજાબની સામે હરિયાણા તરફથી વિજય હઝારે ટ્રોફીની મેચ રમી હતી.જેમાં તેઓએ 7 ઓવર નાખી હતી.આ પછી જોગિંદર શર્માએ એક પણ મેચ રમી નહોતી.