ભારતીય ઓલિમ્પિક સંઘે કુસ્તી મહાસંઘના અધિકારીઓ પર પ્રતિબંધ મૂક્યો
ભારતીય ઓલિમ્પિક સંઘે ભારતીય રેસલિંગ ફેડરેશનના તમામ આઉટગોઈંગ અધિકારીઓને તાત્કાલિક અસરથી ડબલ્યુ.એફ.આઈના સંચાલનમાં કોઈપણ વહીવટી કાર્ય કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.આ અગાઉ એક એડહોક કમિટીની રચના કરવામાં આવી હતી.જે કમિટી દરરોજ ડબલ્યુ.એફ.આઈની કામગીરી પર નજર રાખતી હતી તે જ કમિટી આગામી સમયમાં તેની ચૂંટણી પણ કરાવશે.