ભારતીય પુરુષ ટીમે વોલિબોલમાં કમ્બોડિયાને ૩-૦થી હરાવ્યું

Sports
Sports

હાંગઝોઉ, ભારતીય પુરુષ વોલીબોલ ટીમે ગઈકાલે કમ્બોડિયાને ૩-૦થી હરાવી એશિયન ગેમ્સમાં વિજયી શરૂઆત કરી હતી.
ભારતીય ટીમે પ્રથમ મેચમાં શરૂઆતથી જ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. પૂલ-સીની મેચમાં ભારતે નીચલા ક્રમાંકિત ટીમ કંબોડિયાને ૨૫-૧૪, ૨૫-૧૩, ૨૫-૧૯થી હરાવ્યું હતું.

પૂલ-સીમાં આજે ભારતીય ટીમની ખરી કસોટી થશે જયારે તે વિશ્વની ૨૭માં નંબરની ટીમ દક્ષિણ કોરિયા સાથે ટકરાશે. હાંગઝોઉં એશિયન ગેમ્સમાં કુલ ૧૯ ટીમે ભાગ લઇ રહી છે, જેમાં જાપાન, ચીન અને દક્ષિણ કોરિયા જેવી મજબૂત ટીમો પણ સામેલ છે.
જાપાને અત્યાર સુધી પુરુષ વોલીબોલમાં કુલ ૨૭ મેડલ જીત્યા છે જેમાં ૧૬ ગોલ્ડ મેડલ સામેલ છે. બીજા નંબરે ચીન છે જેણે ૧૧ ગોલ્ડ મેડલ જીત્યા છે જયારે દક્ષિણ કોરિયાએ ૫ ગોલ્ડ મેડલ જીત્યા છે. દક્ષિણ કોરિયાની ટીમ ૫ ગોલ્ડ મેડલ સાથે ત્રીજા નંબરે વિરાજમાન છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.