ભારતીય મેન્સ હોકી ટીમે સાઉથ આફ્રિકાને હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો

Sports
Sports

ભારતીય મેન્સ હોકી ટીમે સાઉથ આફ્રિકા સામે 3-2થી વિજય મેળવતા બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડમેડલ મેચમાં પ્રવેશ મેળવી લીધો હતો.ત્યારે ભારત આવતીકાલે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે.આમ સેમિફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકા સામે જીત હાંસલ કરી હતી.જેમાં મનદીપસિંઘની કેપ્ટન્સી હેઠળની ભારતીય મેન્સ ટીમ ગૂ્પ સ્ટેજમા અજેય રહી હતી.ત્યારે સેમિફાઈનલમાં ભારતે આક્રમક શરૂઆત કરી હતી અને અભિષેકના 20મી મિનિટના અને મનદીપ સિંઘના 28મી મિનિટના ગોલને સહારે 2-૦થી સરસાઈ મેળવી હતી.બીજીતરફ રાયન જુલીયસે ૩૩મી મિનિટે ગોલ ફટકારતાં સાઉથ આફ્રિકા તરફથી ખાતું ખોલાવ્યું હતુ.આમ મેચ પુરી થવાની એક મિનિટ બાકી હતી,ત્યારે મુસ્તફા કાસીમે સાઉથ આફ્રિકા તરફથી ગોલ નોંધાવ્યો હતો અને સ્કોર 3-2થી ભારતની તરફેણ રહી હતી.આમ મેચમાં ભારતીય ડિફેન્સે સારો દેખાવ કર્યો હતો અને સેમિફાઈનલ જીતી લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.