ભારતીય હોકી ટીમના વાઈસ કેપ્ટને ઈતિહાસ રચ્યો
ભારતીય હોકી ટીમના વાઈસ કેપ્ટન હાર્દિક સિંહે વર્તમાનમા ઈતિહાસ રચ્યો છે.જેમા હાર્દિકને હોકી પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.ત્યારે આ સન્માન બાદ હાર્દિક સિંહે કહ્યું હતું કે તેની મહેનત રંગ લાવી છે.આમ ખરાબ ફોર્મ અને બેદરકારીના કારણે ભારતીય ટીમમાંથી બહાર થઈ ગયેલા હાર્દિકે પોતાની મહેનતને આધારે ટીમમા જગ્યા બનાવી હતી અને ટીમનો વાઈસ કેપ્ટન બન્યો હતો.જેમાં તેના સારા ફોર્મને કારણે માર્ચમાં હોકી ઈન્ડિયા વાર્ષિક પુરસ્કારોમાં બલબીર સિંહ સિનિયર પ્લેયર ઓફ ધ યર એવોર્ડ મળ્યો હતો.હાર્દિક ઈજાને કારણે 2023 વિશ્વકપમાંથી બહાર થઈ ગયો હતો.