
ભારતના હાઈજમ્પર તેજસ્વીન શંકરે બોસ્ટન ઈન્ડોર ગ્રાં.પ્રિમાં ગોલ્ડમેડલ જીત્યો
ભારતીય હાઈજમ્પર તેજસ્વીન શંકરે બોસ્ટનમાં યોજાયેલી ન્યુ બેલેન્સ ઈન્ડોર એથ્લેટિક્સ ગ્રાં.પ્રીમાં મેન્સ હાઈજમ્પનો ગોલ્ડમેડલ જીતી લીધો હતો.આમ કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારા તેજસ્વીને નવી સિઝનની શરૂઆત કરતાં 2.26 મીટરનો જમ્પ લગાવ્યો હતો.જેમાં તેણે ટોચનું સ્થાન મેળવ્યું હતુ.આ વર્લ્ડ એથ્લેટિક્સ ઈન્ડોર ટુર ગોલ્ડની સિઝનની બીજી ટુર્નામેન્ટ રહી હતી.આમ કોમનવેલ્થ ગેમ્સના બ્રોન્ઝ મેડાલીસ્ટ તેજસ્વીને સારો દેખાવ કરતાં અનુક્રમે 2014 મીટર,2.19 મીટર,2.23 મીટર અને 2.26 મીટરની હાઈટ ક્લિયર કરી હતી.જે પછી તેણે વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવનો પ્રયાસ કરતાં 2.30 મીટરની હાઈટ ક્લિયર કરવાના ત્રણ પ્રયાસ કર્યા હતા. તેમાં તેમને સફળતા મળી નહતી.આમ છતાં તે ગ્રાં.પ્રીમાં ગોલ્ડમેડલ જીત્યો હતો.મેન્સ હાઈજમ્પની ઈવેન્ટમાં બીજો ક્રમ બહમાસના ડોનાલ્ડ થોમસને મળ્યો હતો.જેમાં તેણે 2.23 મીટરનો જમ્પ લગાવ્યો હતો,જ્યારે અમેરિકાનો ડેરેલ સુલીવાન 2.19 મીટરના જમ્પની સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો.