આઇપીએલ રમવા માટે ભારતીય ક્રિકેટરોનું યુએઈમાં આગમન શરૃ

Sports
Sports 63

આઇપીએલની અન્ય ફ્રેન્ચાઈઝીઓમાં સામેલ ખેલાડીઓ પણ માંચેસ્ટરથી યુએઈ માટે રવાના થયા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સે તો શુક્રવારે જ સાંજે જાહેરાત કરી દીધી હતી કે, અમારા ખેલાડીઓને ખાસ ચાર્ટર્ડ ફ્લાઈટથી યુએઈમાં લાવવાની તૈયારી કરી રહ્યા છીએ. ચેન્નાઈમાં સામેલ જાડેજા, શાર્દૂલ ઠાકુર અને પુજારા શનિવારે મોડી સાંજ સુધીમાં જ યુએઈ પહોંચી જશે તેમ વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતુ.

મુંબઈ ઈન્ડિયન્સે તેના ટ્વિટર હેન્ડલ પર રોહિત, રિતીકા અને સમાયરાની તસવીર શેયર કરતાં લખ્યું હતુ કે, ‘કેપ્ટન આલા રે. ઘરે સ્વાગત છે. રો, રિતીકા અને સામ્મી. રોહિતના આગમનના અડધો કલાક બાદ મુંબઈએ બુમરાહ અને તેની પત્ની સંજનાની તસવીર શેયર કરતાં તેમનું સ્વાગત કર્યું હતુ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી તેમજ મોહમ્મદ સિરાજને લાવવા માટે ખાસ ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા કરી છે. જેમાં તેઓ રવિવારે સવાર સુધીમાં યુએઈ પહોંચી જશે તેવી સંભાવના છે.

ભારતની ભૂમિ પર શરૃ થયેલી ૧૪મી આઇપીએલ ચાલુ વર્ષે મે મહિનામાં કોરોનાના કેસ વધતાં સ્થગિત કરવામાં આવી હતી. જેની બાકીની મેચો હવે ૧૯મી સપ્ટેમ્બરથી દુબઈમાં શરૃ થઈ રહી છે. સૌપ્રથમ મેચમાં ચેન્નાઈ અને મુંબઈની ટીમો ટકરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.