
ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાયો
ભારતમાં ક્રિકેટ અને લગ્ન બંનેની સીઝન ચાલી રહી છે.ત્યારે એકતરફ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે મેચ રમી રહી છે,જ્યારે બીજીબાજુ ભારતીય ટીમના ખલાડીઓ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે.જેમાં કે.એલ રાહુલ બાદ 26 જાન્યુઆરીએ અક્ષર પટેલે તેની ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે ફેરા લીધા હતા.ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે ગુરુવારે વડોદરામાં મેહા પટેલ સાથે ગઈકાલે લગ્નના બંધનમાં બંધાયા હતા.મેહા પટેલ એક ડાયેટીશીયન અને ન્યુટ્રીશીયન છે.આમ લગ્ન પછી અક્ષર પટેલ ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટેસ્ટ સીરીઝથી પાછા ફરશે.