
ભારતીય બેડમિંટન ટીમે રચ્યો ઇતિહાસ, પહેલીવાર જીત્યો થૉમસ કપ
થૉમસ કપના ઇતિહાસમાં ભારતીય બેડમિંટન ટીમ (Indian badminton team) પહેલીવાર ફાઇનલમાં પહોંચી અને પોતાના પહેલા જ પ્રયત્નમાં 14 વારની ચેમ્પિયન ઇન્ડોનેશિયાને હરાવીને કમાલ કરી દીધો. ડેનમાર્ક અને મલેશિયા જેવી ટીમોને હરાવીને ફાઇનલ જીતવા સુધીની સફર સરળ નહોતી.
ભારતીયો માટે યાદગાર જીત
ફાઇનલમાં હારેલી મલેશિયા અત્યાર સુધી કોઈ મેચ હારી નહોતી, પરંતુ કિંદાબી શ્રીકાંત, એસએસ પ્રણોય, સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ભારતીયોને ગર્વ કરવાની તક આપી. ટીમ માટે વિશ્વ ચેમ્પિયનશિપના મેડલ વિજેતાઓ લક્ષ્ય સેન અને કિદાંબી શ્રીકાંત ઉપરાંત સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની દુનિયાની આઠમાં નંબરની જોડીએ યાદગાર જીત અપાવી.
લક્ષ્યએ પણ કર્યું શાનદાર પ્રદર્શન
નૉકઆઉટ તબક્કામાં લય મેળવવા માટે ઝઝૂમી રહેલા લક્ષ્યએ સૌથી મહત્વપૂર્ણ મુકાબલામાં અપેક્ષા મુજબ પ્રદર્શન કરતા પહેલી સિંગલ મેચમાં પાછળ રહ્યા બાદ વાપસી કરતા દુનિયાના પાંચમા નંબરના ખેલાડી એન્થોની સિનિસુકા ગિનટિંકાને 8-21, 21-17, 21-16થી હરાવીને ભારતને 1-0ની સરસાઈ અપાવી.
મોહમ્મદ અહેસાન અને કેવિન સંજય સુકામુલજોની જોડીને હરાવી
સાત્વિક અને ચિરાગની દેશની ટોચની મેન્સ ડબલ્સની જોડીએ પછી પ્રતિકૂળ સ્થિતિમાંથી વાપસી કરીને બીજી ગેમમાં ચાર મેચ પોઈન્ટ બચાવીને મોહમ્મદ અહેસાન અને કેવિન સંજય સુકામુલજોની જોડીને 18-21, 23-21 21-19થી હરાવીને 2-0ની સરસાઈ મેળવી. બીજી સિંગલ્સમાં, શ્રીકાંતે શાનદાર પ્રદર્શન કરીને એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા જોનાથન ક્રિસ્ટીને 48 મિનિટમાં 21-15 23-21થી સીધી ગેમ્સમાં 3-0ની વિજયી સરસાઈ અપાવી.