વિન્ડીઝને ૮૮ રને હરાવી ભારતે સિરીઝ જીતી લીધી

Sports
Sports

નવીદિલ્હી, ભારતે વિન્ડીઝ સામે ટ્‌વેન્ટી-૨૦ સિરીઝની પાંચમી અને અંતિમ મેચ ૮૮ રનથી જીતીને ૪-૧થી સિરીઝ પર કબ્જાે મેળવી લીધો છે. રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાએ કેપ્ટનની જવાબદારી સંભાળી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતાં શ્રેયલ ઐય્યરના ૪૦ બોલમાં ૬૪ રનના સહારે ૨૦ ઓવરમાં ૧૮૮ રન ફટકાર્યા હતા. દીપક હૂડાએ ૩૮ રન ફટકાર્યા હતા.

ઓડીયન સ્મિથે ૩૩ રન આપી ત્રણ વિકેટો ઝડપી હતી. ૧૮૯ રનના લક્ષ્યનો પીછો કરતી વિન્ડીઝની ટીમ ૧૫.૪ ઓવરમાં માત્ર ૧૦૦ રનમાં જ સમેટાઇ ગઇ હતી. શીમરોન હેટમાયર ૫૬ રન બનાવીને અણનમ રહ્યો હતો. રવિ બિશ્નોઇને ચાર તો અક્ષર પટેલને ત્રણ અને કુલદીપ યાદવને ત્રણ વિકેટ મળી હતી. જ્યારે ભારતે વેસ્ટ ઈન્ડીઝ સાથે રમાયેલી ચોથી ટીટ્‌વેન્ટીની મેચમાં ૫૯ રને જીત મેળવીને સિરીઝ પર કબ્જાે મેળવી લીધો હતો. અગાઉ વેસ્ટઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૯૧ રન કર્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમ ૧૯.૧ ઓવરમાં ૧૩૨ રનમાં ખખડી ગઇ હતી.

આ જીત સાથે જ ભારત ૫ ્‌૨૦ મેચની સિરિઝમાં ૩-૧થી આગળ છે. હવે સિરિઝની છેલ્લી મેચ રવિવારે રમાશે. ભારત તરફથી સૌથી વધુ રન રિષભ પંતે કર્યા હતા. તેણે ૩૧ બોલમાં ૪૪ રન ફટકાર્યા હતા. રોહિત શર્માએ ૧૬ બોલમાં જ ૩૩ રન ફટકાર્યા હતા. અક્ષર પટેલે માત્ર ૮ બોલમાં એક ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૨૦ રન ફટકાર્યા હતા. વેસ્ટ ઈન્ડીઝ તરફથી ઓબેડ મેકોય અને અલ્ઝારી જાેસેફે ૨-૨ વિકેટ લીધી હતી. ભારતે આપેલા ૧૯૨ રનના ટાર્ગેટનો પીછો કરવા વેસ્ટ ઈન્ડીઝની ટીમ ૧૩૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત તરફથી સૌથી વધુ અર્શદિપ સિંહે ૩ વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈને ૨-૨ વિકેટ મળી હતી. વેસ્ટઈન્ડિઝ તરફથી સૌથી વધુ રન કેપ્ટન નિકોલસ પૂરને ૮ બોલમાં ૨૪ રન માર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.