ભારતે સાઉથ આફ્રિકા સામેની સેન્ચુરિયન ટેસ્ટમાં પાંચમા અને આખરી દિવસે 113 રનથી વિજય

Sports
Sports

ભારત સેન્ચુરિયનના મેદાનમાં ટેસ્ટ મેચ જીતનારો એશિયાનો સૌપ્રથમ દેશ બન્યો હતો. આ સાથે ભારતે સાઉથ આફ્રિકાની ધરતી પર તેના ઈતિહાસની ચોથી ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ પણ નોંધાવી દીધો હતો. ચાલુ વર્ષ ટીમ ઈન્ડિયાએ બ્રિસબેન, લોર્ડ્ઝ, ઓવલ અને સેન્ચુરિયનમાં યાદગાર ટેસ્ટ વિજય મેળવીને નવો ઈતિહાસ આલેખ્યો હતો. સેન્ચુરિયનમાં પાંચમા અને આખરી દિવસે ભારતીય ફાસ્ટરોના આક્રમક દેખાવને કારણે 305ના ટાર્ગેટનો પીછો કરતાં યજમાન સાઉથ આફ્રિકા 191 રનમાં સમેટાઈ ગયું હતુ.

આ સાથે ભારતે ત્રણ ટેસ્ટની શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી હતી. પ્રથમ ઈનિંગમાં 123 રનની મેરેથોન ઈનિંગ બદલ ઓપનર કે.એલ. રાહુલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. હવે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી જોહનીસબર્ગમાં શરૂ થશે. ભારત ક્યારેય સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી શક્યુંનથી. કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આ પ્રવાસમાં શ્રેણી જીતીને નવો ઈતિહાસ રચવા માટે ફેવરિટ મનાય છે. સાઉથ આફ્રિકા સામેની પ્રથમ સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ ઈનિંગમા ભારતના 327ના સ્કોર સામે સાઉથ આફ્રિકા 197માં ખખડયું હતુ.

પ્રથમ ઈનિંગને સહારે 130 રનની સરસાઈ બાદ ભારતે બીજી ઈનિંગમાં 174 રન નોંધાવતા સાઉથ આફ્રિકાને 305નો વિશાળ પડકાર મળ્યો હતો. જેની સામે સાઉથ આફ્રિકાએ ચોથા દિવસના અંતે જ ચાર વિકેટે 94 રન કરતાં તેમની હાર નક્કી લાગતી હતી.  આજે પાંચમા દિવસે સાઉથ આફ્રિકાએ તેના ગઈકાલના સ્કોરમાં વધુ 97 રન ઉમેરતા બાકીની છ વિકેટ ગુમાવી હતી. સાઉથ આફ્રિકાએ પાંચમા દિવસે 27.2 ઓવર સુધી સંઘર્ષ કર્યો હતો. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીએ 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે સિરાજને બે વિકેટ મળી હતી. સ્પિનર અશ્વિને સાઉથ આફ્રિકાની આખરી બે વિકેટ ઝડપતાં સાઉથ આફ્રિકા  બીજી ઈનિંગમાં 68 ઓવરમાં 191 રનમાં સમેટાયું હતુ અને ભારતે 113 રનથી જીત મેળવી હતી.

 

ભારતના 2021માં સૌથી વધુ 8 ટેસ્ટ વિજય

દેશ

ટેસ્ટ

જીત

હાર

ડ્રો

ભારત

14

8

3

 3

પાકિસ્તાન

09

7

2

0

ઈંગ્લેન્ડ

15

4

9

2

ઓસ્ટ્રેલિયા

05

3

1

1

ન્યુઝીલેન્ડ

06

3

1

2

સા.આફ્રિકા

06

3

3

0

શ્રીલંકા

09

3

3

3

વિન્ડિઝ

10

3

5

2

અફઘાનિસ્તાન

02

1

1

0

બાંગ્લાદેશ

07

1

5

1

ઝિમ્બાબ્વે

05

1

4

0


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.