ભારતે ઝિમ્બાબ્વે : ભારતે બીજી T20માં ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું

Sports
Sports

ભારતે ઝિમ્બાબ્વે સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે 20 ઓવરમાં 234 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વેને જીતવા માટે 235 રન બનાવવાના હતા. પરંતુ ઝિમ્બાબ્વે 18.4 ઓવરમાં 134 રન જ બનાવી શકી હતી. 5 મેચની T20 સિરીઝ 1-1 થી બરાબર છે.

અભિષેક શર્મા માત્ર 46 બોલમાં સદી ફટકારી: ભારત તરફથી ઓપનિંગ કરવા આવેલા કેપ્ટન શુભમન ગિલને બ્રાયન બેનેટે 2ના અંગત સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. આ પછી અભિષેક શર્મા અને ઋતુરાજ ગાયકવાડનું તોફાન જોવા મળ્યું હતું. 8મી ઓવરના પાંચમા બોલ પર અભિષેક શર્માને જીવનદાન મળ્યું હતું. મસાકઝાદાએ તેનો કેચ છોડ્યો. આ પછી અભિષેકે પાછું વળીને જોયું નથી અને તેણે માત્ર 46 બોલમાં સદી ફટકારી હતી. અભિષેકે પોતાની ઇનિંગમાં 8 સિક્સ અને 7 ફોર ફટકારી હતી.

ગાયકવાડ અને રિંકુએ પણ જોરદાર ઇનિંગ રમી હતી: ઋતુરાજ ગાયકવાડે ઝિમ્બાબ્વે સામેની બીજી T20 મેચમાં અડધી સદી ફટકારી હતી. ગાયકવાડે અત્યાર સુધી પોતાની ઇનિંગમાં 11 ફોર અને 1 સિક્સર ફટકારી છે. ગાયકવાડે 38 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે 47 બોલમાં 77 રનની ઇનિંગ રમી હતી. ત્યારે રિંકુ સિંહ ખતરનાક સ્વરૂપમાં જોવા મળ્યો હતો. રિંકુએ સિક્સર ફટકારીને ટીમના સ્કોરને 200ની પાર પહોંચાડી દીધો હતો. તેણે 22 બોલમાં 48 રન બનાવ્યા હતા. આ રીતે ટીમે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 234 રન બનાવ્યા હતા.

ત્રીજી T20 10 જુલાઈએ રમાશે: 5 મેચની T20 સિરીઝ 1-1 થી બરાબર છે. હવે આગામી એટલે કે ત્રીજી T20 મેચ બુધવાર 10 જુલાઈના રોજ હરારેમાં રમાશે. ભારતીય ટીમ આ મેચ જીતીને સિરીઝમાં લીડ મેળવવા ઇચ્છશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.