ભારત સામેની બીજી ટેસ્ટમાં કિવિ ટીમ પ્રથમ ઈનિંગમાં 62 રનમાં ઓલઆઉટ થઈ

Sports
Sports

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડેમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં કિવિ ટીમ પ્રથમ ઈનિંગમાં 62 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આમ બીજા દિવસની રમતના પ્રારંભે ભારતે 4 વિકેટે ઈનિંગ આગળ ધપાવી હતી. જેમાં ભારતના ઓપનર મયંક અગ્રવાલે 150 રન કરી ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. આ ઉપરાંત અક્ષર પટેલે અડધી સદી ફટકારતા ભારતીય ટીમે 325 રન કર્યા હતા. ત્યારે બીજીતરફ ભારતના બોલરોએ બીજી પારીમાં સતત વિકેટો લીધી હતી. જેમાં રવિચન્દ્રન અશ્વિને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી,સિરાજે 3 વિકેટ,અક્ષર પટેલે 2 વિકેટ તેમજ જયંત યાદવે 1 વિકેટ લીધી હતી. આમ આ સાથે ભારતીય ટીમને બીજી ઈનિંગમાં 263 રનની સરસાઈ મળી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.