વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં એક ભૂલ કરી તો ભારત ફાઇનલમાં નહીં પહોંચે,ન્યૂઝીલેન્ડ મજબૂત દાવેદાર

Sports
Sports

બ્રિસબેનમાં ઐતિહાસિક જીતે ભારતને ના ફક્ત ઑસ્ટ્રેલિયા સામે સિરીઝ જીત અપાવી, પરંતુ ટીમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે.આનાથી જૂનમાં પહેલીવાર થનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવવાની તેની સંભાવના પણ ઘણી વધી ગઈ છે.જો અત્યારના સમીકરણો પર નજર નાંખીએ તો આ ભારત,ન્યૂઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયા દાવેદાર હોવાનું લાગી રહ્યું છે.તેમજ ઇંગ્લેન્ડની પાસે પણ તક છે.

આમ વર્તમાન કેલેન્ડરમાં કોરોના વાયરસના કારણે ઘણું જ નુકસાન થયું અને કેટલીક ટેસ્ટ સિરીઝને રદ્દ પણ કરવી પડી.આ કારણે આઈસીસીએ ગત નવેમ્બરમા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોઇન્ટ ટેબલની પદ્ધતિને ફરીથી તૈયાર કરવી પડી.હવે ટીમોને કોઈપણ સિરીઝમાં કુલ પોઇન્ટ્સમાંથી જીતેલા પોઇન્ટ્સની ટકાવારી પ્રમાણે સ્થાન આપવામાં આવ્યું છે.કોઈપણ ટેસ્ટ સિરીઝમાં કુલ પોઇન્ટ્સની સંખ્યા 120 છે.

ભારતે હવે ઇંગ્લેન્ડની સામે 4 મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે.તેને સંભવિત 120માંથી વધુ 80 પોઇન્ટ્સની જરૂર છે જેનાથી તે ન્યૂઝીલેન્ડથી આગળ રહી શકે.ભારતે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાની જગ્યા બનાવવા માટે ઇંગ્લેન્ડને 2 મેચોના અંતરથી હરાવવું પડશે.જો ભારત 1 ટેસ્ટ હારી જાય છે તો તેણે બાકીની ત્રણેય મેચ જીતવી પડશે. જેમકે ભારતે 4-0, 3-1, 3-0 અથવા 2-0થી સિરીઝ જીતવી પડશે. જો ભારત 0-3 અથવા 0-4થી હારી જાય છે તો ફાઇનલમાં નહીં પહોંચી શકે.

ન્યૂઝીલેન્ડની બાંગ્લાદેશ સામેની સિરીઝની પુષ્ટિ નહોતી થઈ, આ કારણે તે 600માંથી 420 પોઇ્ટ્સ પર રહે તેવી સંભાવના છે.જોકે આ બીજી ટીમોના હાર-જીતના પરિણામો પર નિર્ભર કરે છે કે તે ફાઇનલમાં જગ્યા બનાવે છે કે નહીં.જો સાઉથ આફ્રિકા ઑસ્ટ્રેલિયાને 3-0 અથવા 2-0થી હરાવે અને ઇંગ્લેન્ડે તેની તમામ મેચો જીતી તો ન્યૂઝીલેન્ડ બહાર થઈ જશે.

ઑસ્ટ્રેલિયાને એમસીજે ટેસ્ટમાં ધીમી ઑવરરેટના કારણે 4 અંકોનું નુકસાન ઉઠાવવું પડ્યું.હવે તેને સાઉથ આફ્રિકાની વિરુદ્ધ ઓછામાં ઓછા 89 પોઇન્ટ્સની જરૂર છે.જોકે આ સિરીઝની હજુ પુષ્ટિ નથી થઈ.ઑસ્ટ્રેલિયાએ આ સિરીઝમાં ત્રણમાંથી ઓછામાં ઓછી 2 મેચ જીતવાની રહેશે અને કોઈપણ હારથી બચવાનું રહેશે.જો સાઉથ આફ્રિકાની ટીમ પોતાના ઘરઆંગણાની આ સિરીઝ જીતી જાય છે તો ઑસ્ટ્રેલિયા રેસમાંથી બહાર થઈ જશે.

ઇંગ્લેન્ડની પાસે પણ તક છે.તેણે ગૉલ ટેસ્ટમાં જો રૂટની શાનદાર ઇનિંગના દમ પર શ્રીલંકાને હરાવ્યું.હવે તેણે ભારતને 3-0 અથવા 4-0થી હરાવવું પડશે. ભારત સામે 2-2થી ડ્રો સિરીઝ પણ તેના માટે પર્યાપ્ત નહીં હોય. આમ પાકિસ્તાન,બાંગ્લાદેશ,શ્રીલંકા અને વેસ્ટઇન્ડીઝ આ રેસમાંથી બહાર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.